Corona Update

ખુશખબર: સૌથી ઝડપથી કોરોના ફેલાતો હોય તેવા પાંચ રાજ્યોની યાદીમાંથી ગુજરાત હવે બહાર

2.33Kviews
  • CM રૂપાણીના ઉમદા નેતૃત્વમાં કોરોના સામેની લડાઈ અસરકારક સાબિત થઈ રહી છે
  • સૌથી ઝડપથી કોરોના ફેલાતો હોય તેવા પાંચ રાજ્યોની યાદીમાંથી ગુજરાત હવે બહાર
  • કેઇસ ડબલ થવાની ગતિ અન્ય અનેક રાજ્યોની તુલનામાં ક્યાંય ઓછી
  • શ્રેણીબદ્ધ પગલાંની હકારાત્મક અસર
  • અન્ય અનેક રાજ્યોમાં ચાર-છ દિવસે કેઇસ બમણાં થઈ રહ્યાં છે, ગુજરાતમાં 12 દિવસે ડબલ થાય છે!

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ધોની જેવી કૅપ્ટનશિપ હેઠળ ગુજરાત બહુ ઝનૂનપૂર્વક કોરોના વિરુદ્ધ લડત લડી રહ્યું છે. ગુજરાતમાં હવે કેઇસ ડબલિંગની ગતિ ખાસ્સી ઘટી ગઈ છે, હવે રાજ્યમાં 12 દિવસે કેઇસ બમણાં થઈ રહ્યાં છે અને સૌથી ઝડપથી જ્યાં કોરોના ફેલાતો હોય તેવા રાજ્યોની યાદીમાંથી ગુજરાત હવે બાકાત થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં 50% દરથી કેઇસ વધ્યા છે. જ્યારે પંજાબમાં 217%, તામિલનાડુમાં 107%, બંગાળમાં 92%, હરિયાણામાં 75% અને મહારાષ્ટ્રમાં 60% કેઇસ આ જ ગાળામાં વધ્યા છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતની કોરોના સામેની લડાઈ યોગ્ય દિશામાં થઈ રહી છે.

Leave a Response

error: Content is protected !!