Corona Update

તમારા સેનિટાઈઝરમાં કેટલા ટકા આલ્કોહોલ હોવું જોઈએ ? રાજ્ય સરકારે બહાર પાડી ગાઈડલાઈન ખાસ વાંચી લેજો

3.27Kviews

કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં કોરોનાથી બચવા માટે 70 ટકા આલ્કોહોલ વાળું સેનિટાઈઝર વાપરવાની સલાહ આપવામાં આવી છે.

 2 જૂનના રોજ સરકારના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનાઅધિક નિયામક પ્રકાશ વાઘેલાના નામે જાહેર કરેલી ગાઈડલાઈનમાં 70 ટકા આલ્કોહોલયુકત સેનિટાઈઝર ઉપયોગ કરવાનું જણાવ્યું છે. જ્યારે દારૂની બોટલમાં 42.5 ટકાથી લઈને 45 ટકા જેટલા આલ્કોહોલ હોય છે. આમ ગુજરાતના આરોગ્ય વિભાગે દારૂની બોટલમાં હોય તેનાથી બમણી માત્રા એટલે કે 70 ટકા આલ્કોહોલયુક્ત સેનિટાઈઝર વાપરવાની સત્તાવાર મંજૂરી આપી છે.

Leave a Response

error: Content is protected !!