Corona Update

ખાનગી કોવિડ હોસ્પિટલની મનમાની પર રાજ્ય સરકારે લગાવી લગામ, CM રૂપાણી કરશે આ મોટુ એલાન

3.19Kviews
  • ખાનગી હોસ્પિટલની મનમાની સામે સરકારની લાલ આંખ 
  • સામાન્ય લોકોને પણ પોસાય તેવો ખર્ચ રાખશે સરકાર 
  • રૂપાણી સરકારે ખાનગી હોસ્પિટવને મનમાની કરતા અટકાવી ફિના ધારા ધોરણ નક્કી કર્યા

કોરોના મુદ્દે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને મોટો નિર્ણય કર્યો છે. સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા છે. કોરોના વાયરસને લઈને ખાનગી હોસ્પિટલો જે મનમાની કરીને જોહૂકમી ચલાવી રહી છે, તેની સામે ખાનગી હોસ્પિટલો માટે સરકારે એક ગાઈડલાઈન બનાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો જણાવી રહ્યા છે કે હવેથી ખાનગી હોસ્પિટલો મનફાવે તેવા ચાર્જ વસૂલી શકશે નહીં.

હવે સરકારે ખાનગી હોસ્પિટલો માટે બનાવેલી ગાઈડલાઈન પ્રમાણે સરકારે જ આવી હોસ્પિટલોમાં સારવારનો દર નક્કી કર્યો છે. ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ રાખવા રિઝર્વ રાખવા પડશે. મેડિકલ એસોસિએશન સાથે સરકારે તેને લઈને ચર્ચા કરી નાંખી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રિટમાં કોર્ટમાં મોટો આદેશ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સારવારની ફી નક્કી કરવા આદેશ કર્યો હતો.

 સરકારે જે ગાઈડલાઈન બનાવી છે તેમાં ખાનગી હોસ્પિટલો બેફામ લાખોના પેકેજથી કોરોનાની દવા કરીને દર્દીઓને લૂંટી ન શકે તે માટે હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને નવી રૂપરેખા સાથે ખાનગી હોસ્પિટલો સાથે હાથ મિલાવીને 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે. એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા પથારી સરકારી રહેશે અને તેની ફી પણ સરકારી ધારાધોરણ મુજબ વસૂલાશે.

એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ સરકારી રહેશે જેનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે. મહત્વનું છે કે એક દિવસ અગાઉ ગુજરાત હાઈકાર્ટે કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ્સ બેફામ ફી નહીં વસૂલી શકે તેવો નિર્ણય આપ્યો હતો.

  • સોર્સ – સંદેશ

Leave a Response

error: Content is protected !!