Corona Update

કોરોના હવે કબ્જામાં :  ગુજરાત સરકારનો ‘માસ્ટર પ્લાન’, 28 જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર અને કોરોના કમિટીની રચના

438views

ગુજરાતમાં કોરોનાને લઈ 9500 બેડ તૈયાર

 28 જિલ્લામાં 100 બેડની હોસ્પિટલો તૈયાર

વાયરસની સ્થિતિ વણસે તો 1 હજાર તબીબની ખડેપગે

રાજ્યકક્ષાની સંકલન સમિતિની રચના કરાશે

ખાનગી ક્લિનિક, OPD ચાલુ રાખવા અપીલ

દરેક ગામમાં કોરોના કમિટી ખુલશે

ગામના યુવાનો પોલીસમિત્ર તરીકે કમિટીમાં કામગીરી કરશે

 

ગુજરાતમાં કોરોનાને લઈ 9500 બેડ તૈયાર કરી લેવામાં આવ્યા છે. અને 28 જિલ્લામાં 100 બેડની હોસ્પિટલો તૈયાર કરી દેવામાં આવી છે. જો કોરોના વાયરસની સ્થિતિ વણસે તો 1 હજાર તબીબની જરૂર પડશે તેવું પણ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

બીજી બાજૂ અશ્વિની કુમારે કહ્યું હતું કે, ખાનગી તબીબોએ કોરોના વાયરસ સામે લડવા સેવાની તત્પરતા દર્શાવી છે તે ખુબ જ સારી વાત છે અને ખાનગી તબીબો સરકાર સાથે કામ કરવા માટે પણ તૈયાર છે.

આ સાથે જ અશ્વિની કુમારે કહ્યું હતું કે, કોરોના વાયરસ સામે લડવા માટે રાજ્યકક્ષાની સંકલન સમિતિની રચના કરાશે આ માટે CMએ ખાનગી તબીબો સાથે ચર્ચા પણ કરી લીધી છે. ખાનગી ક્લિનિક, OPD ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે અને કોરોનાના લક્ષણવાળા દર્દીની જાણ કરવા સૂચના આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 2 લાખથી વધુ પાસ ઈશ્યુ કરાયા છે. અને જરૂરિયાતમંદોને 73 લાખ ફૂડ પેકેટનું વિતરણ સરકાર તરફથી કરવામાં આવ્યું છે.

દરેક ગામમાં  કોરોના કમિટી

ગુજરાત સરકરા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો થતા સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. દરેક ગામમાં કોરોના કમિટી બનાવવા સરકારનો સરપંચોને આદેશ આપવામાં આવ્યો છે. ગામની અંદર કોરોના વાયરસનો પ્રવેશ અને સંક્રમણ અટકાવવા આ કમિટી કામ કરશે. કમિટીની અંદર સરપંચ, તલાટીમંત્રી, આરોગ્યના કર્મચારી રહેશે. સાથે જ ગામના યુવાનો પોલીસમિત્ર તરીકે કમિટીમાં કામગીરી કરશે. તાલુકા અને જિલ્લા ડેકીગેટ્સને પણ કમિટીમાં રાખવામાં આવશે.

આમ સરકારે હવે ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરૂણ ધારણ ન કરે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે તથા રાજ્યના તમામ જિલ્લાની ચેકપોસ્ટ કોઇ ઓળંગે નહી તેવી પણ કામગીરીને ઓપ આપી દીધો છે. મહત્વનું છે કે, શહેરી વિસ્તારોમાં લોકો કોરોના વાયરસના ભયના કારણે ગ્રામીણ ક્ષેત્રો તરફ વાટ માડી છે. આ જોતા સરકારે રાજ્યના તમામ ગામોમાં કમિટી બનાવવાના આદેશ આપી દીધા છે.

કમિટી બનતાની સાથે જ હવે શહેરી લોકોના ગામમાં પ્રવેશને લઇ વધારે જાગરૂક્તા જોવા મળશે. અને કોરોના વાયરસ ગામડાઓમાં પગપેસારો ન કરે તે અંગે આ મહત્વનો નિર્ણય ગણી શકાય.

Leave a Response

error: Content is protected !!