Corona Update

રાજ્ય સરકારની આગમચેતી, 1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા આપ્યા કંપનીઓને આદેશ

પ્રતિકારાત્મક ફોટો
835views
  • FDCA દ્વારા હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવતી નવી 13 કંપનીને 21 પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરવા મંજૂરી અપાઈ
  • 1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યો
  • ગુજરાતમાં આઠ લાખ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટનો સ્ટોક
  • ગુજરાતમાં 36 ઓક્સિજન પ્લાન્ટમાં દરરોજ 18000 સિલિન્ડર તૈયાર થાય છે
  • ગુજરાત પાસે જરૂરિયાત કરતા ચાર ગણો ઓક્સિજનનો સ્ટોક ઉપલબ્ધ

 

રાજય સરકારે અગમચેતીના પગલા લઈને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની અછત ના પડે  આ માટે ફાર્મા કંપનીઓને દવા બનાવવાનો ઓર્ડર આપ્યો છે.ગંભીરતાને ધ્યાને રાખી ગુજરાત સરકારના FDCA (ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) દ્વારા હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવતી નવી 13 કંપનીને 21 પ્રકારની જુદી જુદી પ્રોડક્ટ તૈયાર કરવા મંજૂરી આપી છે. બીજી તરફ ગુજરાતમાં ઓક્સિજન તૈયાર કરતા તમામ પ્લાન્ટને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં આઠ લાખ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટનો સ્ટોક

સંધિવા સહિત અન્ય બીમારી માટે પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા ઉપયોગમાં લેવાય છે. અત્યાર સુધી ગુજરાતની 28 કંપની પાસે હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ અને રો મટિરિયલ બનાવવા 67 પ્રોડ્કટની મંજૂરી હતી, પરંતુ હવે કોરોના માટે પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા નવી 13 કંપનીઓને હાઈડ્રોક્સિક્લોરોક્વિનની પ્રોડક્ટ બનાવવા મંજૂરી અપાઈ છે. ડૉ. કોશિયાએ કહ્યું કે, હાલ રાજ્યની તમામ કંપનીઓ અને દવાની દુકાનોમાં આશરે આઠ લાખ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટનો સ્ટોક છે. રાજ્ય સરકાર પાસે પુરતા સ્ટોકમાં ટેબલેટ ઉપલબ્ધ છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન એક્સપાયરી ડેટ બે વર્ષની હોવાથી વધુ એક કરોડ ટેબલેટ માટે ઓર્ડર કરાયો છે.

હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની અમેરિકા, યુરોપ સહિતના ઘણા દેશોમાં ડિમાન્ડ 

ભારતમાં થતા કુલ દવાના પ્રોડક્શનમાં ગુજરાત અગ્રેસર છે તેમજ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવવામાં રાજ્ય પ્રથમક્રમે છે. રાજ્યની ઘણી ફાર્મા કંપનીઓ વર્ષોથી હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા વિશ્વમાં નિકાસ કરી રહી છે. ફાર્મા કંપનીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, હાલ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની અમેરિકા, યુરોપ સહિતના ઘણા દેશોમાં ડિમાન્ડ છે, પરંતુ સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવાયો હોવાથી સરકાર સાથેના પરામર્શ વગર તેને ભારત બહાર મોકલી શકાતી નથી.

ગુજરાતમાં દરરોજ 800 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન

કોરોનાના કારણે સ્થિતિ વધુ વણસે અને હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા સરકાર દ્વારા પુરતો બંધોબસ્ત કરાયો છે. ડૉ. કોશિયાના જણાવ્યા પ્રમાણે ગુજરાત પાસે જરૂરિયાત કરતા ચાર ગણો ઓક્સિજનનો સ્ટોક ઉપલબ્ધ છે. ગુજરાતમાં 36 ઓક્સિજન પ્લાન્ટમાં દરરોજ 18000 સિલિન્ડર તૈયાર થાય છે. આ ઉપરાંત 800 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે. સરકારની ટીમ ઉત્પાદકો, સપ્લાયર અને કંપનીઓના સંકલનમાં છે. તેઓ ઓક્સિજનના સ્ટોક ઉપર ધ્યાન આપી રહ્યાં છીએ.

સોર્સ , સૌજન્ય – ભાસ્કર

Leave a Response

error: Content is protected !!