વિકાસની વાત

રૂપાણી સરકારે રાજ્યના અર્થતંત્રને તેજ ગતિએ દોડાવવા લીધો મોટો નિર્ણય,હસમુખ અઢિયાને સોંપી મહત્વની કમાન

The Secretary, Revenue, Dr. Hasmukh Adhia addressing a press conference, in New Delhi on January 31, 2017.
2.12Kviews

રાજ્યમાં આર્થિક ક્ષેત્રે પુનઃ નિર્માણ માટે કમિટી રચના, હસમુખ અઢિયાને અધ્યક્ષની જવાબદારીઃ અશ્વિની કુમાર

આર્થિક – નાણાંકીય શ્રેત્રે પુન:નિર્માણ માટે જે કમિટીની રચના કરાઈ છે તે હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં રચાઈ છે. આ કમિટી એક મહિનામાં રિપોર્ટ રજૂ કરશે. આર્થિક નુકસાનના અંદાજ અંગે પણ ભલામણ કરશે. ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ લાવવા પોલિસીની ભલામણ સુચવશે. રાજ્યના સીએમઓ અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ જે આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે તેના માટે CMએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રાહત પેકેજનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડાશે તેની વિગતવાર માહિતી આપી હતી. એટલું જ નહીં, કોરોનાની સ્થિતિની રાજ્યના તમામ જિલ્લાવાર સમીક્ષા કરાઈ હતી. આર્થિક – નાણાંકીય શ્રેત્રે પુન:નિર્માણ માટે કમિટીની રચના કરાઈ હોવાની માહિતી તેમને પ્રેસ પરિષદમાં આપી હતી.

રાજ્ય લેવલે વધારાની રાહતનું પેકે અપાશે

ગુજરાત સરકારના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માટે પણ ગુજરાતનાં લોકો માટે પેકેજ જાહેર કરવું જરૂરી છે. એક વખત કેન્દ્રનાં પેકેજની જાહેરાત થઈ જાય પછી ગુજરાત સરકાર તેને રાજ્યની દ્રષ્ટિએ વધારાની રાહત આપતું પેકેજ આપશે. જેનાથી લોકોને મહતમ લાભ મળી રહેશે. રાજ્યના લોકો હવે આર્થિક ગતિવિધિ શરૂ થાય તે જોવા માંગે છે અને ગુજરાત સરકાર પણ વેપાર ઉદ્યોગકારોને નિરાશ કરશે નહીં.
કેબિનેટ મંત્રીઓની બે દિવસથી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ
મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત બે દિવસથી કેબિનેટ સાથીઓ રાજ્યના ટોચના અધિકારીઓ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને રાજ્યની સ્થિતિની માહિતી મેળવી અને તા.17 બાદ લોકડાઉનનો અંત લાવવાના કે નિયંત્રિત કરવાની સાથે આર્થિક પેકેજ અંગેના નિર્ણયની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

Leave a Response

error: Content is protected !!