રાજનીતિ

સમગ્ર રાજ્યમાં મેઘમહેર, અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

115views

સોમવારે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. સોમવારે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે.રાજ્યમાં ભારે પવન સાથે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે મંગળવાર વહેલી સવારથી જ રાજ્યના ક્યાંક 1થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાતા છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ કચ્છમાં મોડી રાત્રે વરસાદે તોફાની બેટિંગ કરતા 1થી 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ચોમાસાના આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણ પ્રસરી ગઇ છે, તો શહેરી વિસ્તારોમાં ગરમી અને બફારથી લોકોને રાહત મળતા સમગ્ર વાતાવરણમાં ઠંકડ અનુભવી રહ્યાં છે.

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદના ચિલોડા, નરોડા, કોતરપુર, સરદારનગર એરપોર્ટ, શાહીબાગ સહિતના વિસ્તારો તથા કોટ વિસ્તાર જમાલપુર, રાયખડ, એલિસબ્રિજમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે રવિવારે મોડી રાત્રે પડેલા વરસાદ બાદ અમદાવાદમાં 1997 પછી પ્રથમ વખત જૂનમાં લઘુતમ તાપમાન નોંધાયું છે.

જો કે, આણંદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ગરમી અને બફારથી લોકોને રાહત મળી અને ખેડૂતો બે દિવસમાં જ વાવણી શરૂ કરશે. આ સાથે અરવલ્લી જિલ્લામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.

મોડાસા તથા શામળાજી સહિતના જિલ્લાઓમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. મોડાસામાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ અને મેઘરજમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. તો બીજી બાજુ કચ્છના રાપર તાલુકામાં રાત્રે 12 વાગ્યા પછી વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. રાપર તાલુકામાં 1 કલાકમાં બેથી અઢી ઇંચ જેટલા વરસાદ ખાબક્યો છે. જ્યારે રાપર સહિત અન્ય ગામોમાં 1 થી 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ થયો હોવાની માહતી મળી રહી છે. પંચમહાલમાં પણ મોડી રાત્રથી જ સાર્વત્રિક વરસાદ શરૂ થઇ ગયો હતો.

તાપી જિલ્લામાં ગત રાત્રી દરમ્યાન વીજળીના કડાકા સાથે મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં કુલ 88 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં સોનગઢમાં 67 મિમી, વ્યારામાં 07 મિમી, વાલોડમાં 06 મિમી, ડોલવણમાં 07 મિમી, ઉચ્છલમાં 1 મિમી અને નિઝર તથા કુકરમુંડામાં 00 મિમી વરસાદ પડ્યો છે. મહીસાગર જિલ્લામાં શરૂઆતી વાવાઝોડા બાદ મોડી રાતથી સમગ્ર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે.

મહિસાગર જિલ્લાના કડાણા, લુણાવાડા, સંતરામપુર, વીરપુર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બાલાસિનોરમાં 12 મિમી અને ખાનપુરમાં 16 મિમી વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. ત્યારે પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુરમાં 2.5 ઇંચ, બોડેલીમાં 2 ઇંચ, સંખેડામાં 1 ઇંચ, ક્વાંટમાં 0.75 ઇંચ અને નસવાડીમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ વરસાદ ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારનો વરસાદ શરૂ થઇ જતા સમગ્ર રાજ્યમાં ઠંકડ પ્રસરી ગઇ છે.

છોટાઉદેપુરમાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે. જિલ્લાના બોડેલી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. જેમાં પાવીજેતપુરમાં ચાર ઈંચ, છોટાઉદેપુરમાં અઢી ઇંચ, બોડેલીમાં બે ઈંચ, સંખેડામાં એક ઇંચ, કવાંટમાં પોણો ઇંચ, નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં મંગળવાર સવારથી જ મેઘ મહેર જોવા મળી છે. વહેલી સવારથી જ પાંથાવાડા, દાંતીવાડા, ડીસા, પાલનપુર પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6.16 મી.મી. વરસાદ પડ્યો છે. રાજ્યના 26 જિલ્લા અને 77 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરમાં નાંધાયો છે. પાવી-જેતપુરમાં 102 મી.મી. વરસાદ પડ્યો છે.

Leave a Response

error: Content is protected !!