રાજનીતિ

રાજ્યમાં આ તારીખે વાવાઝોડા સાથે વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળશે

1.33Kviews

રાજ્યના વાતાવરણ પલટાને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે

હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.

  • આગામી 14 જૂને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં વરસાદ ખાબકી શકે છે.
  • આ સિવાય 14 જૂને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભરૂચ, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
  • ભારે વરસાદ સાથે 40 કિ.મીની ઝડપથી પવન ફૂંકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જારી કરેલી વિગતો પ્રમાણે, દદક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ અને વડોદરામા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, પોરબંદર તથા દેવ ભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ સિવાય કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પ્રિ મોન્સુન એક્ટિવિટીમા પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!