રાજનીતિ

ગુજરાતમાં શિવાનંદ ઝા બાદ કોણ બનશે નવા DGP ? આ 8 નામો ચર્ચાઈ રહ્યા છે

1.23Kviews

ગુજરાતમાં નવા DGPની નિમણૂંકની કવાયત હાથ ધરવામાં આવી છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા એક નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા કેન્દ્રને 13 નામની યાદી મોકલાઈ છે. તમને જણાવીએ કે 31 જુલાઈએ ગુજરાતના DGP શિવાનંદ ઝા નિવૃત થશે. કોરોના મહામારીના કારણે તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતના આગામી DGP તરીકે આ નામ ચર્ચાઈ રહ્યા છે.

  1. આશિષ ભાટિયા,
  2. કેશવકુમાર,
  3. રાકેશ અસ્થાના,
  4. એ.કે.શર્મા,
  5. ટી.એસ.બીષ્ટ,
  6. સંજય શ્રીવાસ્તવ,
  7. અતુલ કરવાલ,
  8. વિકાસ સહાય

DGPની રેસમાં ગુજરાત કેડરના 1985ની બેચના આઇપીએસ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અગ્રસ્થાને છે.બીજી બાજુ ગુજરાતના 3 IPSને DGP કેડરનું પ્રમોશન મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. ACBના ડાયરેક્ટર કેશવકુમારને પ્રમોશન, રેલવે CID ક્રાઈમના ADGP સંજય શ્રીવાસ્તવ અને પોલીસ રિફોર્મના વિનોદ મલને પણ પ્રમોશન મળ્યું છે. 1986 બેચના 3 IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.

Leave a Response

error: Content is protected !!