રાજનીતિ

અધધધ…ગુજરાતને 43 હજાર કરોડનું FDI મળ્યું,દેશનું સૌથી મોટું બિઝનેસ હબ બન્યું ગુજરાત

1.65Kviews

આંકડાઓ પર એ વાતની સાબિતી આપે છે દેશના અન્ય રાજ્યો કરતા વિદેશી રોકાણકારો ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટને પ્રથમ પ્રાથમિક્તા આપે છે. ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનેશનલ ટ્રેડ દ્વારા દેશના રાજ્યોએ મેળવાલે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ અંગેના આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં વર્ષ 2019-20માં ગુજરાતમાં 42,976 કરોડ રૂપિયાનું FDI મેળવ્યું છે. જે વર્ષ 2018-19માં સમગ્ર વર્ષ દરમ્યાન મેળવેલા 12,618 કરોડના મૂડી રોકાણ કરતા સાડા ત્રણ ગણાથી વધું છે.

  • ઈન્વેસ્ટમેન્ટમાં પહેલા નંબરે આવ્યું ગુજરાત
  • વિદેશી રોકાણની પહેલી ચોઈસ એટલે ગુજરાત
  • 43 હજાર કરોનું મળ્યું વિદેશી રોકોણ જે દેશના સરેરાશ ગ્રોથ કરતા 20 ગણું છે.
  • ગુજરાત પછી બીજા ક્રમે કર્ણાટક છે જેના કરતા 8 ગણું વધારે આપણું છે.


ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસથી FDIમાં વધારો
રાજ્યના ઉદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસે આ અંગે વિગતો આપતા જણાવ્યું કે સીએમ રૂપાણીની પારદર્શી અને સ્વસ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઉદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો જે વ્યાપ વધાર્યો છે તેના પરિણામે FDIમાં વધારો થયો છે.

એક વર્ષમાં 42,976 કરોડ રૂપિયાનું FDI મેળવ્યું
પીએમ મોદીના મેક ઈન ઈન્ડિયાની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાત FDIમાં પણ અગ્રેસર રહ્યું છે, અને એપ્રિલ 2019થી માર્ચ 2020ના સમય દરમ્યાન ગુજરાતે દેશના તમામ રાજ્યો કરતા સૌથી વધુ એટલે કે 42,976 કરોડ રૂપિયાનું FDI મેળવ્યું છે. DPIITએ જાહેર કરેલી FDIની આંકડાકિય વિગતો જોઈએ તો દેશમાં 2019-20ના સમયમાં FDI 14 ટકા વધ્યું છે. ગુજરાતનો આ સેક્ટરનો ગ્રોથ 20 ગણો વધુ છે. એટલું જ નહી FDIમાં દેશના બીજા ક્રમે રહેતા કર્ણાટકના 34 ટકા FDI કરતા ગુજરાતમાં 8 ગણું વધારે FDI છે. અન્ય રાજ્યોમાં દિલ્હીમાં 11 ટકા FDI થયું છે જ્યારે કે મહારાષ્ટ્રમાં FDI ઘટીને માયનસ 3 ટકા, તમિલનાડુંમાં માયનસ 8 ટકા FDI નોંધાયું છે.

દેશના કુલ IEMના 51 ટકા ગુજરાતે મેળવ્યા
ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઈરાદાપત્રો ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે દેશમાં મોટા સેક્ટરના રોકાણોમાં સમગ્ર દેશમાં કુલ IEMના 51 ટકા મેળવીને ગોરવસિદ્ધી હાંસલ કરી છે. સાથે જ ડોમેસ્ટિક ઉદ્યોગોના ઈન્વેસ્ટમેન્ટ પણ મોટાપ્રમાણમાં ગુજરાતમાં છે. મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ બનેલું ગુજરાત દેશના અન્ય ઉદ્યોગકારો માટે પણ બેસ્ટ ડેન્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ છે.

વિદેશી કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે ઉત્સુક
ઉદ્યોગ અગ્રસચિવના મતે ગુજરાતે રાજ્યમાં સ્થપાનાર ઉદ્યોગોને વધુ સુવિધા-સરળતા પૂરી પાડવાની સાથે વધારાના પગલા-ઉપાયોની પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. તદ્દઅનુસાર લેબર, પાવર, લેન્ડ એપ્રુવલ જેવા સેક્ટરમાં ઘણા રિફોર્મ્સ રાજ્ય સરકારે કર્યા છે. ગુજરાતમાં 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં 262 વિદેશી કંપનીઓને પોતાના ઓપરેશન્સ શરૂ કર્યા છે. અને હાલમાં ઘણી વિદેશી કંપનીઓ ગુજરાતમાં રોકાણો માટે ઉત્સુક છે.

Leave a Response

error: Content is protected !!