Corona Update

સેવા પરમો ધર્મ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કરાવ્યા 8 જગ્યાએ કરાવ્યા રસોડા ચાલુ

162views
  • ગરીબોની સાચી સેવા કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી
  • ભાવનગર પશ્ચિમના તમામ વોર્ડમાં કાર્યકર્તાઓ દ્વારા 10,000 થી વધુ પરિવારોને ભોજન તેમજ ટિફિનની વ્યવસ્થા
  • સાત વોર્ડમાં ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવે છે. 
  • ભાવનગમાં કોઈ ભુખ્યુ નથી સુતુ કારણ કે જીતુભાઈ વાઘાણી અને ભાજપના કાર્યકર્તા દિવસ રાત સેવામાં છે. 
  • સોશિયલ ડિસ્ટન્સ રાખીને અપાય છે ભોજન 

 

કોરોના મહામારી દ દરમિયાન જરૂરિયાતમંદ પરિવાર વંચિત ન રહે તે સુનિશ્ચિત કરી Social Distance રાખીને ભાવનગર પશ્ચિમના તમામ વોર્ડમાં જીતુભાઈ વાઘાણી અને કાર્યકર્તાઓ દ્વારા 10,000 થી વધુ પરિવારોને ભોજન તેમજ ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી ચીજોની કીટ પણ અપાય છે. ભોજનની સાથે સાથે અનાજ,તેલ, રાજન વગેરેની કીટ પણ અપાય છે.

ગુજરાતમાં ભાજપા કાર્યકર્તાઓના ઘરે પાંચ વ્યક્તિ માટે ભોજન બનાવી ગરીબ, સીનીયર સીટીઝન અને અશક્ત વ્યક્તિઓને પહોંચાડવાની વ્યવસ્થા પણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

સંકટની ઘડીમાં ગુજરાતના તમામ જિલ્લાઓ-તાલુકા-મહાનગરમાં કોઈ જરૂરિયાતમંદ વંચિત ન રહે તે માટે ભાજપાના કાર્યકર્તાઓ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્રનો સહકાર લઈ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓને પણ સાથે રાખી સહાય કરી રહ્યા છે.

 

 

 તો આ સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈએ કહ્યુ હતુ કે “વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ડિસીઝ સામેની લડાઈમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ સાથ-સહકાર આપી આ મહામારી સામે જીત મેળવવામાં સહભાગી થવા માટે સૌ નાગરિકોને હાકલ કરું છું.”

Leave a Response

error: Content is protected !!