વિકાસની વાત

ગીર જંગલોમાંથી પસાર થતી અનોખી ‘હેરિટેજ ટ્રેન’! ટ્રેનમાંથી જોવા મળે છે વનરાજા

166views

ગીરના જંગલમાંથી એક વિશિષ્ટ ટ્રેન રોજ દિવસમાં બે વખત પસાર થાય છે. . ભારત સરકારે કેટલીક ટ્રેનો હેરિટેજ જાહેર કરવાનું નક્કી કર્યું છે તેમાં આ ટ્રેનનો સમાવેશ થયો. ત્યારે આવો જાણીએ આ હેરિટેજ ટ્રેન વિશે…

જૂનાગઢથી ઉના પાસે આવેલા દેલવાડા અને દેલવાડાથી ફરી જૂનાગઢ આવતી આ રિઝર્વેશન વગરની ટ્રેન અનેક રીતે અનોખી છે. એક તો આ ટ્રેન ઐતિહાસિક છે, બીજું કે તે નેરોગેજ છે. નેરોગેજ નેટવર્ક હવે આખા ભારતમાં ઓછુ થઈ રહ્યું છે. ત્રીજી વિશિષ્ટતા એટલે તેની જંગલ સફર. હકીકતે જૂનાગઢથી શરૂ થતી આ ટ્રેન વિસાવદર વટાવ્યા પછી તાલાળા સુધી ગીર નેશનલ પાર્કમાંથી પસાર થાય છે. નેરોગેજ છે અને વળી જંગલમાંથી પસાર થાય છે એટલે ટ્રેનની સરેરાશ ઝડપ ૨૫ કિલોમીટર કરતા વધતી નથી.

નાના નાના સ્ટેશન અને નેસ વટાવતી ટ્રેનના મુસાફરોને ગીરના જંગલ ઉપરાંત ઘણી વખત સિંહોના પણ દર્શન કરવા મળે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ટ્રેનની સફર આલહાદ્દક લાગે છે.  ભારત સરકારે કેટલીક ટ્રેનને હેરિટેજ જાહેર કરવાનું નક્કી કર્યું છે. એમાં ગીરની આ ટ્રેનનો પણ સમાવેશ થયો છે.

સાસણ સુધી  ફરવા આવો ત્યારે હવે હેરિટેજ ટ્રેન જોવાનું ચુકશો નહિ. સાસણ રેલ્વે સ્ટેશન તાજેતરમાં જ રીનોવેટ થઈને નવું બન્યું છે. પ્રકૃતિપ્રેમીઓ અહિં દરેક ઋતુમાં આવીને કુદરતને  નજીકથી જુએ છે. ખાસ કરીને દેશ-વિદેશના ફોટોગ્રાફર  અહિં વધુ આવે છે.

Leave a Response

error: Content is protected !!