Corona Update

ફરી ધમધમતું થયું ગુજરાત, હેર સલુન અને પાનના ગલ્લામાં નિયમોના પાલન સાથે લાઈનો લાગી

1.28Kviews

ઇકાલે મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન 4.0ના નવા નિયમો જાહેર કર્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. જેથી આજે વહેલી સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકોની અવર-જવર જોવા મળી હતી. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. ત્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકનો માલ-સામાન આપવાનું શરૂ કર્યું છે. લોકો પણ 1-2 મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં.

વડોદરા શહેરમાં લોકડાઉનમાં છૂટછાટ મળતાં નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હેર સલૂન અને ફરસાણની સહિતની દુકાન શરૂ થઇ ગઇ છે. વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં કેટલાક હેર સલૂનમાં સંચાલકો અને કારીગરો પીપીઇ કીટ સાથે હેર કટિંગ કરતા જોવા મળ્યા હતા. આમ લોકડાઉન 4.0નું ખુબ જ સાવચેતીથી અને ચુસ્તપણ પાલન કરવામાં આવી રહ્યું છે.


55 દિવસ બાદ લોકોએ નાસ્તો લેવા માટે લાઈનો લગાવી
વડોદરા શહેરના કડક બજાર માર્કેટ સહિત સમગ્ર શહેરમાં નોન-કન્ટેન્ટમેન્ટ બજારો ખુલ્યા છે. 55 દિવસ બાદ લોકોને સમોસા, ભજીયા અને ખમણ ખાવા મળતા લોકોએ લાઇનો લગાવી હતી અને દુકાનો ખુલતા જ વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. જોકે દુકાનોમાં ગ્રાહક ન બેસી શકે તે માટે દુકાનની અંદર જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રાહકોને નાસ્તો પાર્સલ કરીને આપવામાં આવી રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!