Corona Update

હાશકારો.. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુદરમાં ઘટાડો.. હવે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જ વધ્યા

2.28Kviews

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે કે તે હવે રાજ્યમાં મૃત્યુદર ઘટી રહ્યો છે અને સાજા થનારાની સંખ્યા વધી રહી છે. આ નોંધપાત્ર સુધારો ટેસ્ટિંગ વધાર્યા હોવા છતા પણ નોંધાયો છે.

  • રાજ્યમાં કુલ 15572 કેસ અને મૃત્યુઆંક 960 થયો
  • રાજ્યમાં નવા 367 કેસ, 6,611 એક્ટિવ પોઝિટિવ કેસ સામે કુલ 8003 દર્દી સાજા થઈ ઘરે
  • 454 લોકો સાજા થયા, અમદાવાદમાં 1 દિવસમાં 381 લોકોને રજા અપાઈ
  • અમદાવાદમાં 247 નવા પોઝિટિવ કેસ નોંધાયા, વધુ 16 દર્દીઓનાં મોત
  • કુલ પોઝિટિવ કેસનો આંકડો વધીને 15,562 થયા, વધુ 22 દર્દીનાં મોત
  • રિકવરીનો રેટ ગુજરાતમાં 51. 41 ટકા થયો

કુલ કોરોના પોઝિટિવ કેસની સામે પચાસ ટકા કરતા વધુ દર્દો સ્વસ્થ થયાં છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી દરરોજ નોંધાતા મૃત્યુના આંકડામાં ઘટાડો આવ્યો છે.

  • 25 મેએ રાજ્યમાં 30 મોત નોંધાયા હતા.
  • 26મીએ 27 મોત, 27મીએ 23 મોત અને
  • 28મી મેએ 22 મોત નોંધાયા છે.

રાજ્યમાં ગુરુવારે સાંજ સુધીમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા


ગુરુવારે સાંજે આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 247, સુરતમાં 44, વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છ અને રાજકોટમાં 7-7, ગાંધીનગરમાં 4, આણંદ અને પંચમહાલમાં 2-2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોઁધાયા છે. રાજ્યમાં નવા 22 મોતમાંથી અમદાવાદમાં 16, વડોદરામાં 3, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે. 

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)
28 મે367(247)

Leave a Response

error: Content is protected !!