Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : આજે 22 નવા કેસ,કુલ પોઝિટિવ કેસ 538, આજે બે દર્દીના મૃત્યુ

613views
  • 22 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 538 થયા,
  • છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા
  • અત્યાર સુધી 13 હજારથી વધુના કરાયા ટેસ્ટ
  • અમદાવાદમાં 13 સુરતમાં 5, બનાસકાંઠામાં 2, આણંદ અને વડોદરામાં 1-1 કેસ
  • અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધીને 295 થઈ

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે.જ્યારે કુલ 26 દર્દીના મોત નીપજ્યાં છે તો 47 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 538 પોઝિટિવ કેસ, 27 મોત અને 47 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 295 13 11
વડોદરા 102 03 07
સુરત 33 04 07
ભાવનગર 23 02 04
રાજકોટ 18 00 07
ગાંધીનગર 15 01 07
પાટણ 14 01 00
આણંદ 09 00 00
ભરૂચ 08 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 02 00 00
બનાસકાંઠા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ  538 26 47

Leave a Response

error: Content is protected !!