Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : રાત્રે 8 વાગ્યાથી અત્યાર સુધી નવા 176 કેસ,કુલ આંકડો 1272

1.4Kviews
  •  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 254 પોઝિટિવ કેસ નોંધાયા
    ● રાજ્યમાં કુલ કેસ : 1272
    ● રાજ્યમાં કુલ મોત : 48
    ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 88
  • ગુજરાતમાં રાત્રે 8 વાગ્યાથી અત્યાર સુધી નવા 176 પોઝિટિવ કેસ નોંધાયા, 7 લોકોનાં મોત , 2 લોકોને ડિસ્ચાર્જ કરાયા
  • નવા 176 કેસમાંથી અમદાવાદમાં 143, સુરતમાં 13, વડોદરામાં 13, રાજકોટ 2, ભાવનગરમાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયા
  •  અમદાવાદમાં આજે ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયાપુર, ખાડિયા, જૂના વાડજ, જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુરા, બોડકદેવમાં કેસ નોંધાયા

જ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1272 પોઝિટિવ કેસ થયા છે. તેમજ રાજ્યમાં વધુ સાત લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.  ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે.  ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે.

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 765 25 24
વડોદરા 152 07 07
સુરત  156 06 10
રાજકોટ 30 00 09
ભાવનગર 28 03 10
આણંદ 27 00 03
ભરૂચ 22 00 00
ગાંધીનગર 17 01 10
પાટણ 15 01 11
નર્મદા 11 00 00
પંચમહાલ 08 01 00
બનાસકાંઠા 08 00 00
છોટાઉદેપુર 06 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 04 00 00
બોટાદ 04 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 02 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 01 00 00
મહિસાગર 01 00 00
અરવલ્લી 01 01 00
કુલ  1272 48 88

Leave a Response

error: Content is protected !!