Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : સવારે 10 વાગ્યા પછી નવા 34 કેસ ,રાજ્યમાં કુલ 572 કેસ

357views
  • સવારે 10 વાગ્યા પછી અત્યાર સુધીના 34 કેસ નોંધાયા
    રાજ્યમાં કુલ 572 કેસ નોંધાયા
    અમદાવાદમાં 25 નવા કેસ
    ભરૂચમાં નવા 3 કેસ
    વડોદરામાં 5 નવા કેસ
    પંચમહાલમાં 1 કેસ નોંધાયો
    484 લોકોની હાલત સામાન્ય
    8 લોકો વેન્ટિલેટર પર
    આજે 7 લોકોને સારવાર બાદ રજા અપાઈ

છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે. બે દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 26 થયો છે. જ્યારે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 45 પોઝિટિવ,1945 નેગેટિવ આવ્યા છે. જ્યારે 273 ટેસ્ટ પેન્ડિંગ છે.

● રાજ્યમાં કુલ કેસ : 572
● રાજ્યમાં કુલ મોત : 26
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 54

રાજ્યમાં 572 પોઝિટિવ કેસ, 26 મોત અને 54 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 320 13 11
વડોદરા 107 03 07
સુરત 33 04 07
ભાવનગર 23 02 05
રાજકોટ 18 00 08
ગાંધીનગર 15 01 08
પાટણ 14 01 04
આણંદ 09 00 00
ભરૂચ 11 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 02 00 00
બનાસકાંઠા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 02 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ  572 26 54

આવતીકાલે પ્રધાનમંત્રીના સંબોધન બાદ મળશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને હાઈ પાવર કમિટીની બેઠક મળશે. પ્રધાનમંત્રીના નિર્ણય બાદના રોડ મેપ તૈયાર કરાશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને અને સચિવાલય ખાતે અધિકારીઓ પણ સાંભળશે સંબોધન કરશે.

Leave a Response

error: Content is protected !!