રાજનીતિ

ગુજરાતમાં 131 તાલુકામાં મેઘાની ધમાકેદાર બેટિંગ, જાણો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો ?

857views

છેલ્લા 24 કલાકમાં ભારે પવન સાથે ગુજરાતના 131 તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો? જાણો વિગત

  • સૌથી વધુ વરસાદ હળવદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો
  • જ્યારે બોટાદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
  • બનાસકાંઠાના થરાદ, મોરબીના ટંકારા, વડોદરાના ડભોઈ અને ખેડાના કઠલાલમાં બે ઈંચ વરસાદ 

અમદાવાદ જિલ્લામાં મેઘ મહેર

અમદાવાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેમાં સાણંદમાં 30 મીમી, ધોળકામાં 27 મીમી અને ધંધુકામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મેઘો અનરાધાર

સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ટંકારામાં 52 મીમી, માળિયા મીયાણામાં 29 મીમી, મોરબીમાં 71 મીમી, બોટાદમાં 66 મીમી, રાજકોટના જસદણમાં 22 મીમી, જામનગરના જોડિયામાં 12 મીમી, કાલાવડમાં 2 મીમી અને ચોટીલા 32 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. ભારે પવન સાથે રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

મધ્ય ગુજરાત પણ તરબોળ

મધ્ય ગુજરાતની વાત કરીએ તો, ખેડા કઠલાલ 45 મીમી, મહેમદાવાદ 37 મીમી, નડિયાદ 26 મીમી, સંખેડા 25 મીમી અને ડભોઈમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં પવન સાથે વરસાદ

ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. જેમાં પ્રાંતિજમાં 29 મીમી, મોડાસામાં દોઢ ઈંચ, થરાદમાં બે ઈંચ, અમીરગઢમાં 18 મીમી, વાવમાં 11 મીમી, પાલનપુરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત હિંમતનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ 4 દિવસથી વરસાદ ચાલુ

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, નવસારી 14 મીમી, જલાલપોર 05 મીમી, ગણદેવી 05 મીમી, ખેરગામ 10 મીમી, સુબીર 29 મીમી, નર્મદાના સાગબારા 25 મીમી અને વલસાડના ઉમરગામમાં 24 મીમી વરસાદ નોંધાયો હતો.

Leave a Response

error: Content is protected !!