Corona Update

આદિવાસી બાળકોને પણ ઓનલાઈન શિક્ષણ મળી રહે તે માટે CM રૂપાણીએ કરી આ વ્યવસ્થા

પ્રતિકારાત્મક
696views

રૂપાણી સરકારની ઉમદા શિક્ષણ નીતિ અને પ્રથમ દરજ્જાની નિર્ભેળ પ્રતિબદ્ધતા: જે બાળકો પાસે ટીવી-ઈન્ટરનેટની સુવિધા નથી તેને પણ પોતાના સ્માર્ટ ફોનમાં ઓનલાઈન એજ્યુકેશન આપી રહ્યાં છે ગુજરાતનાં સરકારી શિક્ષકો

ટીવી અને ઈન્ટરનેટની સુવિધા વિનાના ગુજરાતનાં આદિવાસી બાળકોને ભણાવવા સરકારી શાળાનાં શિક્ષકો સ્માર્ટફોન લઈ ઘરે આવે છે

આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન એજ્યુકેશન આપવું-મેળવવું લગભગ અશક્ય છે ત્યારે રૂપાણી સરકારનાં શાસનમાં શિક્ષકો રોજ સવારે વહેલા ઉઠી બે-પાંચ કિલોમીટર ચાલીને ભણાવવા જાય છે!

ડીડી ગિરનાર પર પ્રસારિત રાજ્ય સરકારનાં ગૃહ અધ્યયન કાર્યક્રમમાં જોડાવવા પ્રાથમિક શાળાનાં કેટલાંક વિદ્યાર્થીઓ પાસે ઈન્ટરનેટ અથવા ટીવી નથી તેની પાસે સરકારી શાળાનાં શિક્ષકો સ્માર્ટ ફોન લઈ પહુંચે છે અને શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સનાં પાલન સાથે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોતાના સ્માર્ટ ફોન પર ઓનલાઈન એજ્યુકેશન આપે છે. દાહોદનાં એક આદિવાસી વિસ્તારમાં લગભગ કેટલાંય બાળકો છે જેમની પાસે ઓનલાઈન એજ્યુકેશન લેવા માટે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર કે ઈંટરનેટની સુવિધા નથી ત્યાં જઈ રૂપાણી સરકારનાં શિક્ષકો આપી રહ્યાં છે ઓનલાઈન એજ્યુકેશન.

કોરોના મહામારીની અસર નવા શૈક્ષણિક સત્ર પર ન થાય તે માટે જૂન મહિનાથી ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતનાં તમામેતમામ આદિવાસી વિસ્તારોમાં ટીવી અને ઈન્ટરનેટની સુવિધા ન હોવાના કારણે હોમ લર્નિંગ કાર્યક્રમમાં બધા જ બાળકો જોડાઈ શકતા ન હતા આથી ગુજરાતનાં આદિવાસી વિસ્તાર દાહોદનાં ગામડાઓમાં ટીવી અને ઈન્ટરનેટની સુવિધા વિનાના બાળકોને ભણાવવા સરકારી શાળાનાં શિક્ષકોએ સ્માર્ટફોન લઈ ઘરેઘરે જવાનું નક્કી કર્યું. જી હા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારનાં ખાસ માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતનાં આદિવાસી વિસ્તારનાં બાળકો ઘર બેઠા ટીવી-ઈન્ટરનેટની સુવિધા વિના પણ શિક્ષકોનાં સ્માર્ટ ફોનમાં ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યાં છે.

દાહોદમાં સરકારી પ્રાથમિક શાળાઓનાં ધોરણ 3થી 5નાં વર્ગોમાં નોંધાયેલા 153195 વિદ્યાર્થીઓ છે. નવીનતમ દૈનિક ડેટા બતાવે છે કે બુધવારે ફક્ત 60425 (39.44%) વિદ્યાર્થીઓએ હોમ લર્નિંગ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો. સરકારી શાળાઓનાં ધોરણ 6થી 12નાં વર્ગોનાં 213228 વિદ્યાર્થીઓમાંથી તે દિવસે ફક્ત 90318 (42.35%) એ કાર્યક્રમમાં પ્રવેશ કર્યો હતો. ટેલિકમ્યુનિકેશન્સ વિભાગનાં વર્ષ 2018નાં ડેટા અનુસાર, ગ્રામીણ ગુજરાતમાં સર્વિસ એરિયા મુજબનું ઈન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન 8.26 મિલિયન અને રાજ્યના શહેરી વિસ્તારોમાં 23.16 મિલિયન હતું. આમ, આર્થિક – ભૌતિક સુખ-સુવિધાઓથી વંચિત આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન એજ્યુકેશન આપવું-મેળવવું લગભગ અશક્ય છે ત્યારે રૂપાણી સરકારનાં સરકારી શિક્ષકો રોજ સવારે વહેલા ઉઠી બે-પાંચ કિલોમીટર ચાલીને જે બાળકો પાસે ટીવી-ઈન્ટરનેટની સુવિધા નથી તેને ઓનલાઈન એજ્યુકેશન આપવા તેમના ઘર, ખેતર પર જઈ રહ્યાં છે. અહીં તેઓ પાંચ-દસ વિદ્યાર્થીઓનો સોશિયલ ડિસ્ટન્સ સાથે સમૂહ બનાવી ઓનલાઈન એજ્યુકેશન આપી રહ્યાં છે.

Leave a Response

error: Content is protected !!