રાજનીતિ

ગુજરાતમાં ત્રિદિવસીય વર્ચ્યુઅલ મેગા રોજગારી મેળો, હજારો યુવાઓને મળશે રોજગારી

554views

 રાજ્યના સૌપ્રથમ ત્રિદિવસીય વર્ચ્યુઅલ મેગાજોબ ફેરના બીજા દિવસે

૭૫૦ રોજગારવાંચ્છુંઓની નોકરી માટે પસંદગી

૩૦૦ થી વધુ મલ્ટીનેશનલ તથા નેશનલ કંપનીઓ બની સહભાગી

છ હજારથી વધુ વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ મેગાજોબ ફેરમાં કરાવ્યું છે રજિસ્ટ્રેશન

યુવા વિદ્યાથીઓ દેશને આત્મનિર્ભર બનાવવા શિક્ષણ અને સ્કીલનો યથાશક્તિ ઉપયોગ કરીયોગદાન આપે: કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી

સુરત:શુક્રવાર: ભગવાન મહાવીર યુનિવસિર્ટી અને સુરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર ત્રિદિવસીય વર્ચ્યુઅલ મેગાજોબ ફેર યોજાયો છે. કોરોના  મહામારીના સમયમાં યોજાયેલા ડિજિટલ મેગા જોબ ફેરમાં ૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ તેમજ 300 થી વધુ મલ્ટીનેશનલ તથા નેશનલ કંપનીનોએ ભાગ લીધો છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધ્યાનમાં લઈને તા.૨૩ થી ૨૫ જુલાઈ, ૨૦૨૦ સુધી આયોજિત વર્ચ્યુઅલ જોબ ફેરના નવતર અભિગમથી બીજા દિવસે ૩૫૮૩ વિદ્યાર્થીઓના ઓનલાઈન જોબ ઈન્ટરવ્યુ થયા હતા.જેમાં ૭૫૦ જેટલા રોજગારવાંચ્છુંઓની નોકરી માટે પસંદગી થઈછે. તા.૨૫મીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રીશ્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ ડો. વી.કે. સિંઘ ડિજીટલ સંબોધન કરશે.  

તા.૨૪મીએ દ્વિતીય દિવસે રાજ્યના પ્રથમ વર્ચ્યુઅલ મેગાજોબ ફેરમાં કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નિતિન ગડકરીદ્વારા “કોવિડ-૧૯ બાદ લઘુ ઉદ્યોગ એકમોને થતી સમસ્યા તથા તકો” વિષય પર માર્ગદર્શક વક્તવ્ય ઓનલાઈન વેબેક્ષ અને ફેસબુક લાઈવના માધ્યમ દ્વારા આપ્યું હતું. આ લાઇવ વક્તવ્યમાં ૧0,000 થી વધુ લોકો જોડાયા હતા. નિતિન ગડકરીજી એ સમગ્ર દેશને ભય, ભુખ અને ભ્રષ્ટાચારથી મુક્ત કરી વિશ્વની શ્રેષ્ઠ ઈકોનોમી બનાવવા દેશની વિવિધ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. યુવા વિદ્યાથીઓ દેશને આત્મનિર્ભર બનાવવા પોતાના શિક્ષણ અને સ્કીલનો યથાશક્તિ ઉપયોગ કરી યોગદાન આપે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

વધુમાં ગડકરીએ જણાવ્યુ કે,જ્યારે સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારત આ સમસ્યાને તકમાં પરીવર્તિત કરી આર્થિક ક્ષેત્રની અનિશ્ચિતતામાંથી સફળતાપૂર્વક બહાર આવશે. શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગની સમસ્યાઓનું સમાધાન કરવા “Waste in to wealth” ની બાબત પર ભાર મુકી ટેકનિકલ, પ્રોફેશનલ અને સ્કિલ શિક્ષણને સમાજના દરેક વર્ગ સુધી પહોચાડવા યુનિવર્સિટીને અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં દેશમાંથી ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ વર્ચ્યુઅલ મેગાજોબ ફેરના સફળતાપૂર્વક આયોજન બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Response

error: Content is protected !!