Corona Updateજાણવા જેવુ

CMનો કોરોના હરાવવા ‘વિજય’ સંકલ્પ, ગુજરાત મોડેલ કોરોનાની લડાઈમાં મોખરે વાંચો અને ગર્વ અનુભવો

848views
  • વાયુ વાવાઝોડું હોય,બનાસકાંઠાનું પુર હોય,દુષ્કાળની પરિસ્થિતિ હોય કે કોરોનાનો કહેર હોય દરેક વખતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના લડાયક મિજાજ,કુશળ કાર્યક્ષમતા,સુઝબુઝ સાથેના ઝડપી નિર્ણય,તંત્રને કડક દિશાનિર્દેશ દ્વારા અગમચેતી વાપરી ખરા અર્થમાં પ્રજાવત્સલ શાસનનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજ્યમાં કુદરતી આફત હોય ત્યારે એક આદર્શ શાસકની ભૂમિકા શું હોય તેનું ઉતમ ઉદાહરણ એટલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી.

કેન્દ્રના અધિકારીઓની ટીમે ગુજરાત ભ્રમણ કરી જાતમાહિતી મેળવી જાહેર કરેલા તેમનાં રીપોર્ટમાં કોરોના સામેની ગુજરાત સરકારે લીધેલાં પગલાંઓ અને કામગીરીની સરાહના કરી.

કોરોના લોકડાઉન વચ્ચે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સતત ૧૮ કલાક મોનીટરીંગ.દરેક જીલ્લાના કલેકટર,ડીડીઓ,પોલીસ અધિકારીઓ,મ્યુનીસીપલ કમિશ્નર સહીતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ તથા ટેલીફોનના માધ્યમથી કામગીરી અંગેની જાતમાહિતી તથા માર્ગદર્શન.

નાનપણમાં આપણે પ્રજાવત્સલ રાજાઓની વાર્તાઓ સાંભળતા તે જ રીતે આજે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કોરોના લોકડાઉનમાં ખરાઅર્થમાં પ્રજાવત્સલ શાસકની ભૂમિકા નિભાવી રહ્યા છે.

ગરીબ,મજદૂર,આદિવાસી,ખેડૂત,નાના વેપારી,નાના કર્મચારીઓ સહીત સમાજજીવનના દરેક વર્ગની કુટુંબના મોભીની જેમ ચિંતા કરી સંવેદનશીલ મુખ્યમંત્રશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમની મુશ્કેલીઓ દુર કરવા માટે અનેકાનેક ઝડપી નિર્ણયો લીધા.

સીએમ ડેશબોર્ડના માધ્યમથી તબીબ,નર્સ,પોલીસકર્મીઓ,સફાઈ કામદારો સહીત તમામ સ્તરના ;કોરોના યોધ્ધાઓ’સાથે વ્યક્તિગત વાતચીત કરી તેમને હિંમત આપી,સૂચનો મેળવ્યા તથા માર્ગદર્શન આપ્યું.

ગુજરાતના ૬૫ લાખ પરીવારોને એક હજાર રૂપિયાની આર્થિક સહાય કોઇપણ વચેટિયા વગર સીધી જ તેમનાં બેન્ક ખાતામાં જમા થઈ.

અન્નબ્રહ્મ યોજના અંતગર્ત રેશનકાર્ડ વગર અનાજ વિતરણ કરવામાં આવ્યું.

નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો, કામદારોને ફૂડ પેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી.

આઠ મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા સરકાર દ્વારા વિનામૂલ્યે ભોજન અપાઈ રહ્યું છે.

રાજ્યનાં ૬૦ લાખથી વધુ એપીએલ કાર્ડધારકોવાળા કુટુંબનાં ૨.૫૦ કરોડ લોકો અને ૬૬ લાખથી વધુ બીપીએલ કાર્ડધારકોવાળા કુટુંબનાં ૩.૨૫ કરોડ લોકોથી વધુ લોકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડનું વિનામૂલ્યે વિતરણ.

અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ઉપરાંત APL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આપનાર દેશભરનું પ્રથમ રાજ્ય ગુજરાતને બનાવવાનો રૂપાણી સરકારનો રેકોર્ડ.

કોરોના હોસ્પિટલ બાબતે ગુજરાતે ચીનનો રેકોર્ડ તોડ્યો.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સીધા જ માર્ગદર્શન હેઠળ માત્ર ૬ દિવસમાં ૨૨૦૦ બેડની કોરોના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતના ૨૬ જિલ્લાઓમાં ૩૧ ૩૧૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલનું નિર્માણ.

મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને જિલ્લા મથકોએ ૧૦૦-૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સારવાર માટે કાર્યરત કરી છે.

વેન્ટિલેટર, N95 માસ્ક, થ્રી લેયર માસ્ક, પીપીઈ કીટનું નિર્માણ પણ ગુજરાતમાં શરૂ થઈ ગયું છે.

ખેડૂતો માટે પાક ધિરાણની મુદત બે મહિના લંબાવાઈ.

ખેડૂતોનાં માર્ચ મહિના સુધીનાં ધિરાણનું ૭ ટકા વ્યાજ બેંકોને સરકાર ચૂકવશે.

પાકની લણણી માટે ખેડૂતો અને ખેતીનાં વાહનોની અવરજવરને વિશેષ છૂટછાટ અપાઈ.

બિયારણ, ખાતર અને પાક જંતુનાશક – પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ.

માર્કેટિંગ યાર્ડને પણ છૂટછાટ આપવામાં આવી.

પિયત માટે શારકામ અને બોરવેલ વાહનોને છૂટ. એક જિલ્લાથી અન્ય જિલ્લામાં પણ જઈ શકાશે. પાસની જરૂર નહીં.

કોરેન્ટાઈન સેન્ટરમાં પોઝિટિવ દર્દીઓના સીધા સંપર્કમાં અને નજીક રહ્યાં હોય એવા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એમને સ્વૈચ્છાએ આર્યુવેદિક અને હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ દ્વારા સારવાર.

સરકારની સહાયતાથી ઠેરઠેર આરોગ્ય તંત્ર તથા સ્વયંસેવકો દ્વારા આયુર્વેદિક-હોમિયોપેથી દવા-ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ.

૪ લાખ ૪૩ હજાર જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનોને એપ્રિલ-મે એમ બે મહિના માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે ૧૦૦૦ રૂપિયાની વધારાની સહાય કરવામાં આવી.

ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી ગંગા સ્વરૂપ માતા-બહેનો સિવાયની ૩ લાખ ૪૬ હજાર ૪૧૭ ગંગાસ્વરૂપા માતા-બહેનોને ભારત સરકારના ધોરણે જ એટલે કે એપ્રિલ-મે માસ માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે ૧૦૦૦ રૂપિયાની વધારાની સહાય પણ કરવામાં આવી.

૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે ૬૫૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે.

રજીસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂ.૩૦થી ૩૫ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાયું.

ઘર વીજ વપરાશકારો અને વેપારી એકમો માર્ચ – એપ્રિલ મહિનાનાં વીજ બીલ ૧૫ મે સુધી ભરી શકે તેવી છૂટછાટ આપવામાં આવી.

નાના-મોટા ઉદ્યોગો, વેપારી એકમોનો માર્ચ-એપ્રિલ મહિનાનાં વીજ બીલનો ફિક્સ ચાર્જ નહીં લેવાઈ.

વીજ બીલ નિયમિત ન ભરાય તો પણ પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત મોકૂફ રખાશે.

વિદેશમાં વસતા અને અન્ય રાજ્યમાં રહેલા વિદ્યાર્થીઓને હેમખેમ પોતાના વતન લાવવા-લઈ જવામાં આવ્યા.

આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટલ, દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા ૩.૨૫ લાખ બાળકો તેમજ ૧૧ હજાર દિવ્યાંગ બાળકોને એપ્રિલ માસનાં ખર્ચ પેટે વિદ્યાર્થીદીઠ રૂ. ૧૫૦૦ની સહાય ચૂકવાઈ.

ગુજરાતની કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે એવો નિર્ણય કર્યો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સીએમ ડેશબોર્ડ માધ્યમથી કોરોના અસરગ્રસ્ત દર્દીઓ, ડોકટરો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ.

સૌ પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ બેઠક યોજવાનો નવતર પહેલરૂપ અભિગમ.

ગુજરાતમાં અમદાવાદની હોસ્પિટલને પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર તરીકેનું બહુમાન મળ્યુ.

કોરોના વાઈરસથી થતી કોવિડ-૧૯ બીમારીના ઈલાજ માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પ્લાઝમા થેરાપીની ક્લિનિકલ ટ્રાયલ માટે સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા.

રૂપાણી સરકારની ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધ્યું.

જીનોમ સિક્વન્સથી કોરોના વાઈરસ કોવિડ ૧૯ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે.

Leave a Response

error: Content is protected !!