રાજનીતિ

હવે દોડશે ગુજરાતનું અર્થતંત્ર, હસમુખ અઢિયાની કમીટિએ સરકારને 231 સુચનો સાથે રિપોર્ટ સોંપ્યો

687views

વૈશ્વિક મહામારી કોવિડ-19 ના કારણે ઉદભવેલી પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાત રાજ્યમાં આર્થિક-નાણાંકીય પૂનરૂત્થાનના સર્વગ્રાહી ઉપાયો સૂચવવા રચાયેલી ડૉ. હસમુખ અઢિયા કમિટિએ પોતાનો ફાયનલ રિપોર્ટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સુપ્રત કર્યો છે

  • આ સમિતિએ રાજ્ય સરકારને આપેલા આખરી અહેવાલમાં રાજ્યની કોરોના પછી ની આર્થિક નાણાકીય સ્થિતિ ના પુનરુત્થાન માટે અને રાજ્યની વિકાસ યાત્રા ને વધુ વેગવંતી તેમજ પૂર્વવત બનાવવા મધ્યમ અને લાંબાગાળાના ર૩૧ જેટલા વિવિધ સૂચનો કરેલા છે
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19ની સ્થિતીને પગલે આર્થિક નાણાંકીય અને અન્ય વિકાસ ગતિવિધિઓના ઉપાયો સૂચવવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને છ સભ્યોની સમિતીની રચના કરી હતી-
  • આ સમિતિએ પોતાનો વચગાળાનો અહેવાલ બે સપ્તાહમાં રાજ્ય સરકારને આપેલો તેનો સ્વીકાર કરીને મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૧૪૦રર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ રાજ્યના નાનામાં નાના છેવાડાના અંતરિયાળ વ્યકિતના સર્વગ્રાહી ઉત્થાન માટે જાહેર કરેલું છે

આજે આ સમિતિનો આખરી અહેવાલ શ્રી વિજય ભાઈ રૂપાણી ને અર્પણ કરવામાં આવ્યો છે
આ સમિતિએ આજે આપેલા પોતાના આખરી અહેવાલ માં મુખ્યત્વે જે બાબતો આવરી છે તેમાં આંતરમાળખાકીય સવલતો સંસાધનો ઉત્પન્ન કરવાના પ્રયાસો રાજ્યમાં મૂડી રોકાણ વધારવા ના પ્રયાસો રાજ્યનું નાણાકીય વ્યવસ્થાપન અને ભારત સરકાર ની નીતિઓનો લાભ લેવાના મહત્તમ પ્રયાસો વગેરે બાબતો નો સમાવેશ થાય છે
 ડૉ. અઢિયાએ આ અહેવાલ અર્પણ કર્યો ત્યારે સમિતીના સૌ સભ્યો મુખ્ય સચિવ અનિલ મૂકિમ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન તેમજ રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા

Leave a Response

error: Content is protected !!