રાજનીતિ

FDIમાં 240 ટકાના ગ્રોથ સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને, રોકાણકારો માટે ગુજરાત ફેવરિટ

287views

કોરોનાકાળમાં પણ ગુજરાતમાં થનારુ રોકાણ ઘટ્યુ નથી. રૂપાણી સરકારની બેસ્ટ પોલીસીને કારણે દુનિયાભરની કંપનીઓની પહેલી પસંદ ગુજરાત બની ગયુ છે.

ગુજરાત સરકારની સ્પષ્ટ નિતી, પારદર્શકતા, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રતિબદ્ધતા અને ઊદ્યોગોને મોકળા વાતાવરણને કારણે વિશ્વના ઊદ્યોગો ગુજરાતમાં રોકાણો માટે આવવા મોટા પાયે પ્રેરિત થાય છે: CM રૂપાણી

કેન્દ્ર સરકારે જાહેર કરેલા FDIના રોકાણ આંકડા મુજબ ગુજરાતમાં ર૪૦ ટકાનો વધારો થયો છે અને ગુજરાતનો બેરોજગારી દર ૩.૪ ટકા એટલે કે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે પણ નંબર વન રાજ્ય છે.

▪️ રાજ્યના ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ, પ્રાઇસીંગમાં વિશ્વના ઊદ્યોગોને પરાસ્ત કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે.

▪️રાજ્ય સરકારની સ્પષ્ટ નિતી, ટ્રાન્સપરન્સી, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રતિબદ્ધતા અને ઊદ્યોગોને મોકળા વાતાવરણને કારણે વિશ્વના ઊદ્યોગો ગુજરાતમાં રોકાણો માટે આવવા મોટા પાયે પ્રેરિત થાય છે.

Image

Leave a Response

error: Content is protected !!