Corona Update

કોરોનાનું વંશસુત્ર શોધ્યા બાદ ગુજરાત પ્લાઝમા પદ્ધતિ લાવશે, દર્દી માટે સંજીવની બુટ્ટી સમાન બની શકે

601views

ગુજરાતમાં   કોરોનાના દર્દીની સારવાર માટે પ્લાઝમાં પદ્ધિતિ લાવવામાં આવશે. આ પદ્ધિતિ ખાસ ક્રિટીકલ પેશન્ટ માટે ઉપયોગી નિવડે છે. કેરળમાં આ પદ્ધતિ દ્વારા સારવાર કરવામાં આવી છે. આ પ્રયોગ જો સફળ રહ્યો તો આગામી સમયમાં કોરોના પોઝિટીવ દર્દીઓને આપણે બચાવી શકીશું. હાલ કોરોનામાંથી સાજા થયેલા લોકોના પ્લાઝમા લેવાશે અને તે પ્લાઝમાને વેન્ટીલેટર પરના દર્દીના પ્લાઝમા સાથે ટ્રાન્સમ્યુસ કરાશે. તેના માટે અમદાવાદમાં 2 પ્લાઝમા ડોનર તૈયાર થયા છે.

કેવી રીતે કામ કરશે પ્લાઝમાં પદ્ધતિ ? 

કોરોના પોઝિટિવમાંથી સાજા થયેલા લોકોના પ્લાઝમા લેવાશે અને તેને વેન્ટિલેટર ઉપર જે દર્દીઓની હાલત ક્રિટિકલ છે, તેના શરીરમાં પ્લાઝ્મા ટ્રાન્સમ્યુસ કરાશે. સાજા થયેલા લોકોમાં કોરોનાને હરાવવા માટેના પ્લાઝ્મા હોય છે. જેથી હાલ અમદાવાદમાં 2 પ્લાઝ્મા ડોનર તૈયાર કરવામાં આવ્યા છે. હવે બસ મંજૂરી મળતા જ તાત્કાલિક પ્રયોગ કરવામાં આવશે.

વધુ એક ગુજરાતનૂ સિદ્ધિ થશે 

જો આ પ્રયોગ સફળ થયો તો કોરોનાના જીનોમ શોધવા પછી ગુજરાતની આ બીજી સફળ સિદ્ધિ હશે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે.

Leave a Response

error: Content is protected !!