રાજનીતિ

ગુજરાત પોલીસના 45 વર્ષ જુના મેન્યુઅલમાં ધરખમ ફેરફાર, નવી ટેક્નોલોજી મુજબ ફેરફાર કરાયો

465views

45 વર્ષમાં ના બન્યુ હોય તેવુ બનવા જઈ રહ્યુ છે. ગુજરાત પોલીસના માળખામાં અને મેન્યુઅલમાં મોટા પાયે ફેરફાર થવાના છે. આ અંગે એક હજાર પાનાનો ડ્રાફ્ટ લખાયો છે અને સીએમ રૂપાણીને મોકવાયો છે.

ગુજરાત પોલીસના 45 વર્ષના જૂના મેન્યુઅલમાં ધરખમ ફેરફાર કરવામાં આવશે. આ માટે 6 IPSની બનેલી સમિતિએ તૈયાર કરીને તેનો ડ્રાક્ટ મુખ્યમંત્રી કાર્યાલયને સુપરત પણ કરવામાં આવ્યો છે.

નવી ટેકનોલોજી અને જરૂરિયાત મુજબના ફેરફારો સાથે 1000થી વધુ પાનાનો ડ્રાફ્ટ CMને સોંપયો

ડ્રાફ્ટના આધારે સરકાર ગૃહ વિભાગની કામગીરીમાં અનેક ફેરફારો કરશે
નવા સંશોધીત પોલીસ મેન્યુઅલમાં 1000થી વધુ પાના છે અને ત્રણ ગ્રંથોમાં વહેંચાયેલું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ બહાલી મળ્યા બાદ અમલ માટે ગૃહખાતાને મોકલાશે. નવા મેન્યુઅલમાં અસંખ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે અને પોલીસ વિભાગની કામગીરી, કામકાજના નવા ધોરણોને પણ વર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવી શકે છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ આ મામલે 6 આઈપીએસ અધિકારીઓની સમિતિ બનાવી હતી. આ સમિતિએ નવા મેન્યુઅલનો ડ્રાફટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટ ના આધારે ગુજરાત સરકાર અનેક ફેરફારો ગૃહ વિભાગ ની કામગીરીમાં કરશે.

Leave a Response

error: Content is protected !!