વિકાસની વાત

જીવ જોખમમાં મુકી સેવા કરનાર ગુજરાતના આ પોલીસને ઉત્તમ જીવન રક્ષા પદક અને પાંચને જીવન રક્ષા પદક મળ્યું

437views

 જાન જોખમમાં મૂકી અદમ્ય સાહસ બતાવનાર ગુજરાત પોલીસના ૦૧ કર્મચારીને ‘‘ઉત્તમ જીવન રક્ષા પદક’’ ૦૫ કર્મચારીઓને ‘‘જીવન રક્ષા  પદક’’

સુરત શહેરના ૦૧, અમદાવાદ શહેરના ૦૧, ચેતક કમાન્ડો ૦૧ અને એસ.આર.પી. ગ્રુપ-૨ અમદાવાદના ૦૩ કર્મચારીઓને જીવન રક્ષા પદક  

પોલીસ દ્વારા જુદાજુદા ક્ષેત્રોમાં પોતે કરેલ ઉત્તમ સેવાઓની કુશળતાપૂર્વકની કામગીરીને ધ્યાનમાં રાખી મેડલ આપી સન્માન કરવામાં આવતું હોય છે. દેશના કોઇપણ પોલીસ અધિકારીઓ/ જવાનો માટે મેડલ મેળવવો એ ગૌરવ સમાન હોય છે. ૨૬ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગુજરાત પોલીસના ૦૧ પોલીસ કર્મચારીને ‘‘ઉત્તમ જીવન રક્ષા પદક’’ સહિત કુલ-૦૬ કર્મચારીઓના ‘‘જીવન રક્ષા  પદક’’ જાહેર કરેલ છે.     

      હુલ્લડ થવાની, આગ લાગવાથી, ભારે વરસાદના કારણે નદીમાં આવતાં પુર વિગેરે જેવી કુદરતી આફતોમાં ફસાયેલા લોકોના જીવના જોખમ હોય અને તેવા સંજોગોમાં અદમ્ય સાહસ બતાવી પોતાના જાનની પરવા કર્યા વગર જાન બચાવે તેવા સંજોગોમાં તેમના આ સાહસને બિરદાવવા ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા સર્વોત્તમ જીવન રક્ષા પદક/ઉત્તમ જીવન રક્ષા પદક  અને જીવન રક્ષા પદક એનાયત કરવામાં આવે છે.      ગુજરાત પોલીસના ‘‘ઉત્તમ જીવન રક્ષા પદક’’ મેળવાનાર સુરત શહેરના પોલીસ કોન્સ્ટેબલ શ્રી રામસિંહ રત્નાભાઇ સામડ તા.૪/૨/૨૦૨૦ના રોજ નાઇટ ડ્યુટી પૂરી કરી ઘરે જતા હતા ત્યારે સુરત તાપી નદીના વિયર કમ કોઝ્વેમાં એક બાળકી તથા મહિલાન ડૂબી રહેલ ત્યારે પોતાની જાનની પરવા કર્યા વગર તાત્કાલીક તાપી નદીમાં કૂદી મહિલા તથા બાળકી બન્નેના જાન બચાવેલ છે.

      જયારે ‘‘જીવન રક્ષા પદક’’ મેળવાનાર ૦૫ પોલીસ કર્મચારીઓમાં પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ. શ્રી વિરભદ્રસિંહ તેજસિંહ રહેવર નાઓએ તા. ૧૩/૫/૨૦૧૯ ના રોજ પરિમલ ચાર રસ્તા દેવ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાના બનાવમાં રેસ્ક્યુ વાહનો કોમ્પ્લેક્ષ નજીક પહોચી શકે અને રેસ્કુયુ કામગીરી કરી શકે તે માટે પાર્કીગ ખાલી કરાવેલ તથા નીઓનેટલ હોસ્પીટલના કુલ-૧૫૦ જેટલા બાળકો અને બાળકોના સગાઓને હોસ્પીટલથી નજીકની બીજી હોસ્પીટલ ખાતે પહોચાડવાની કામગીરી કરી જીવ બચાવેલ છે.

      ચેતક કમાન્ડો યુનીટ-૧, ગાંધીનગરના આ.હે.કો. શ્રી રાકેશભાઇ બી. જાદવે તા.૧૦/૧૨/૨૦૧૯ બપોરે પોતાના ફેમીલી સાથે ગાંધીનગર હોસ્પીટલ ખાતે સંબંધીની ખબર પૂછવા માટે ગયેલ તે સમયે હોસ્પીટલ બીલ્ડીંગના આઠમાં માળે એક દર્દી નારણભાઇ આર સોલંકી વોર્ડ નં. ૮૦૧ નાઓ ટોઇલેટની અંદર જઇને દરવાજો અંદરથી બંધ કરી વેન્ટીલેટર તોડી બારીના સ્લેબ ઉપર ઉતરી ગયેલ અને આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલ હતા. તે જ સમયે શ્રી રાકેશભાઇ જાદવ નાઓએ ધટના સ્થળે પહોંચી જઇ બારીની નીચેના ભાગે જમ્પ કરી મરવાનો પ્રયાસ કરી રહેલ દર્દીનો શર્ટ ગળાના ભાગેથી પકડી ઉપરની તરફ ખેંચી લીધેલ અને વોર્ડની અંદરના રૂમમાં લાવેલ. આમ, એક આત્મહત્યાનો પ્રયાસ કરતા માણસનો જીવ બચાવેલ છે.

સેનાપતિશ્રી, રા.અ.પો.દળ જુથ-૨, અમદાવાદના આ.પો.કો. શ્રી મનમોહનસિંહ નાનજીભાઇ રાઠોડએ તા.૩૦/૮/૨૦૨૦ના રોજ ભાવનગર ખાતે નકળંગ મહદેવના મેળામાં સોપાયેલ લો & ઓર્ડરની ફરજ દરમ્યાન  દરિયાના ૪૦૦ થી ૫૦૦ મીટર ઉંડા પાણી  એક યુવક નામે સાગર કનુભાઇ ઝાલા ડૂબી રહ્યો હતો તે જોતા દરિયાના ૪૦૦ થી ૫૦૦ મીટર ઉંડા પાણીમાં જમ્પ લગાવી યુવકને પાણીમાંથી બહાર લાવી ડૂબતો બચાવેલ છે.

      સેનાપતિશ્રી, રા.અ.પો.દળ જુથ-૨, અમદાવાદના આ.પો.કો. શ્રી ભાવેશકુમાર સતુજી વિહોલએ તા.૩૦/૮/૨૦૨૦ના રોજ ભાવનગર ખાતે નકળંગ મહદેવના મેળામાં સોપાયેલ કાયદો અને વ્યવસ્થાની ફરજ દરમ્યાન દરિયાના ૪૦૦ થી ૫૦૦ મીટર ઉંડા પાણી  એક યુવકનામે સાગર કનુભાઇ ઝાલા  ડૂબી  રહ્યો હતો  તે જોતા દરિયાના ૪૦૦ થી ૫૦૦ મીટર ઉંડા પાણીમાં જમ્પ લગાવી યુવકને પાણી માંથી બહાર લાવી ડૂબતો બચાવેલ છે.

      સેનાપતિશ્રી, રા.અ.પો.દળ જુથ-૨, અમદાવાદના આ.પો.કો. શ્રી ઇશ્વરભાઇ મનુભાઇ સંગાડા તા. ૧૫/૫/૨૦૨૦ સુરત શહેરમાં  પી.સી.આર. વાનની ફરજ ફરજ દરમ્યાન રધુકુળ માર્કેટ પાસે કોયલી ખાડી તરફ પબ્લીકની બૂમો સંભળાતા નજીક જઇને તપાસ કરતા માલૂમ પડેલ કે એક નાગરીક નામે અફસાહ મુસ્તાક શેખ જે દરિયાની ખાડીમાં કૂદી પડેલ છે  તે સાંભળતા શ્રી ઇશ્વરભાઇ ૧૨ ફૂટ ઉંચી દિવાલ ચઢીને ખાડીમાં કૂદકો લગાવી કૂદી પડેલ અને આત્મા હત્યા કરવા કૂદી પડેલ યુવાનને દોરડુ નાખીને બહાર ખેચી લાવેલ અને યુવકનો જાન બચાવેલ છે. 

શ્રી રામસિંહ રત્નાભાઇ સામડ, પો.કો.  પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર, ટ્રાફીક શાખા,  ઉત્તમ જીવન રક્ષા પદક
શ્રી વિરભદ્રસિંહ તેજસિંહ રહેવર, હે.કો    પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર ટ્રાફીક શાખા,જીવન રક્ષા પદક
3શ્રી રાકેશભાઇ બી. જાદવ,  આ.હે.કો.  ચેતક કમાન્ડો યુનીટ-૧, ગાંધીનગર  જીવન રક્ષા પદક
શ્રી મનમોહનસિંહ નાનજીભાઇ રાઠોડ, આ.પો.કો.  સેનાપતિશ્રી રા.અ.પો.દળ જૂથ-૨જીવન રક્ષા પદક
શ્રી ભાવેશકુમાર સતુજી વિહોલ, આ.પો.કો.    સેનાપતિશ્રી  રા.અ.પો.દળ જૂથ-૨ અમદાવાદજીવન રક્ષા પદક
શ્રી ઇશ્વરભાઇ મનુભાઇ સંગાડા, આ.પો.કો  સેનાપતિશ્રી  રા.અ.પો.દળ જૂથ-૨ અમદાવાદ  જીવન રક્ષા પદક

Leave a Response

error: Content is protected !!