રાજનીતિ

પહેલા દેશ પછી પરિવાર, તાજી જન્મેલી દિકરી પેટીમાં છે પત્ની હોસ્પિટલમાં પણ પિતા ફરજમાં ખડેપગે

922views

જેને આપણે ખાલી પોલીસ કહી દઈએ છે તે ખરેખર ભગવાનથી ઓછા નથી. પોતાની ફરજ માટે ઘરે ના જઈ શકતા હોય તેવા તો ઘણા ઉદાહરણ છે પણ આ પોલીસ પોતાની તાજી જન્મેલી દિકરી પાસે પણ નથી ગયા કારણ બસ એટલું છે કે દેશને કોરોનાથી બચાવવાનો છે. કોઈ ફિલ્મમાં જ નહિ રીયલ લાઈફમાં પણ આવા પોલીસમેન છે. વા

પાલનપુરના વડગામ તાલુકાના ફતેગઢમાં એસઆરપી જવાનના ઘરે પારણું બંધાયું છે. પરંતુ પિતા એસઆરપીમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બંદોબસ્તમાં હોવાથી બાળકને જોવા ઘરે આવી શકયા નથી. બાળકી પ્રિમેચ્યોર હોવાથી હાલ ડોક્ટરની નજર હેઠળ રાખવામાં આવી છે.

વડગામના ફતેગઢના રોનકકુમાર જગદીશભાઈ પરમાર જે એસ.આર.પી. ગ્રુપ-16 માં કચ્છ-ભચાઉમાં ફરજ બજાવે છે અને હાલમાં અમદાવાદ ખાતે જમાલપુર વિસ્તારમાં લોકડાઉનના પગલે બંદોબસ્તમાં છે. બાળકી પ્રિમેચ્યોર હોવાથી હાલ પણ ડોક્ટરની નજર હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. જ્યારે તેમના પત્નીની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા અપાઈ છે. આ હાલતમાં આ જવાને પત્ની અને બાળકીની સાથે રહેવાની બદલે દેશની રક્ષામાં છે.

આવા સંજોગોમાં પિતૃ વાત્સલ્ય પણ તેઓને ઝંખે છે. આવા સંજોગોમાં સામાન્ય માણસ પોતાના બાળકને જોવા માટે તલપાપડ થઇ જાય છે. પરંતુ 2013 માં રોનક પરમારે પોલીસ ખાતામાં ભરતી થયા તે વખતે શપથ લીધા હતા. જેમાં લોકોની સુરક્ષા, સલામતી અને સેવા સૌથી મોખરે હશે અને તે વચનને નિભાવવા આજે આ અધિકારી રોડ પર સવારથી રાત સુધી લોકોની સેવા કરે છે. જ્યાં લોકોને સેવા પુરી પાડવાની હોય ત્યાં મદદરૂપ થઈને સેવા પણ પુરી પાડે છે. રોનક પરમારના નાના ભાઈ પ્રદિપ પરમારે જણાવ્યું હતું કે ‘હાલ બાળકને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. ડોકટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. ભાભીની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા આપવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!