રાજનીતિ

મેઘરાજાની અસલી બેટિંગ હજુ બાકી છે, ગુજરાતમાં થન્ડરસ્ટોર્મની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે વરસાદ

718views

રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારે ભારે વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી છે. જો કે સૌરાષ્ટ્રમાં પુરતો વરસાદ પડી ગયો છે પણ હજી પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની ઘટ છે. રાજ્યના અલ- અલગ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.

  • રાજ્યમાં આગામી 4 દિવસ હળવો મધ્યમ વરસાદ આવી શકે છે.
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયાથી ભારે વરસાદ આવી શકે છે.
  • ગુજરાત રિજીયનમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. જેના કારણે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં મોટી અસર થવાના પણ એંધાણ આપ્યા છે.
  • અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • . સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!