Corona Update

આનંદો..! કોરોનાની દવા શોધવામાં ગુજરાતનું એક સફળ પગલું.. CM રૂપાણીએ કર્યુ એલાન

16Kviews
  • CM રૂપાણીની જાહેરાત: કોરોનાની રસી બનાવવા ખૂબ ઉપયોગી થાય તેવા 100થી વધારે કોવિડ19ના જીનોમ સિકવન્સ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા
  • ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું: કોરોના સંકટ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ મેળવી
  • કોરોના વાયરસની સંરચના કેવી છે અને તેની પ્રકૃતિ કેવી છે અને તે કોની સામે અસરકારક નથી તે તમામનું સંશોધન ગુજરાતમાં ચાલી રહ્યુ છે

કોરોનાની રસી બનાવવા ખૂબ ઉપયોગી થાય તેવા 100થી વધારે કોવિડ19ના જીનોમ સિકવન્સ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, કોરોના વાયરસની સંરચના કેવી છે અને તેની પ્રકૃતિ કેવી છે અને તે કોની સામે અસરકારક નથી તે તમામનું સંશોધન ગુજરાતમાં ચાલી રહ્યુ છે. GBRC દ્વારા જે સંશોધન થઈ રહ્યું છે તેમાં કોરોના વાયરસની રોગ ફેલાવવાની કેપેસિટી કેવા પ્રકારની છે. આ વાયરસ સામે કેવા પ્રકારની રસી બનાવી શકાય તેમજ હાલમાં વાયરસમા જે પરિવર્તનો જોવા મળ્યા છે તેના તારણોને આધારે કઈ કઈ દવાઓ ઉપયોગી થઈ શકે તે તમામનો ઉંડાણપૂર્વક અભ્યાસ ચાલી રહ્યો છે. આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું છે કે ‘એ વાત જણાવતા ગર્વ થાય છે કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ 100થી વધારે કોવિડ19ના જીનોમ સિકવન્સ શોધી કાઢ્યા છે. જે કોરોનાની દવા અને રસી બનાવવમાં ખૂબ જ મહત્વના સાબિત થશે.’ આમ ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું કે ‘એ વાત જણાવતા ગર્વ થાય છે કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ 100થી વધારે કોવિડ19ના જીનોમ સિકવન્સ શોધી કાઢ્યા છે. જે કોરોનાની દવા અને રસી બનાવવમાં ખૂબ જ મહત્વના સાબિત થશે.’

Leave a Response

error: Content is protected !!