Corona Update

રાજ્યના ૬૦ લાખ APL-1 કાર્ડધારકો માટે ખુશ ખબર, 13 એપ્રિલથી વિનામુલ્યે મળશે અનાજ

230views
  • રાજ્યના ૬૦ લાખ APL-1 કાર્ડધારકોને તા. ૧૩ એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થશે
  • ૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલના પાંચ દિવસ દરમ્યાન ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી તબક્કાવાર અનાજ વિતરણ થશે
  • કાર્ડધારકો નિર્ધારીત કરેલા દિવસોએ જ અનાજ મેળવવા માટે આવે
  • અનિવાર્ય સંજોગોસર તા. ૧૩ થી ૧૭ એપ્રિલ દરમ્યાન અનાજ લેવા ન આવી શકનારા APL-1 લાભાર્થી તા. ૧૮ એપ્રિલે અનાજ મેળવી શકશે
  • સોશિયલ ડિસ્ટન્સ જળવાય-સુચારૂ રીતે અનાજ વિતરણ થાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા દુકાનદીઠ શિક્ષક-તલાટી કે ગ્રામસેવક-પોલીસ અને સ્થાનિક અગ્રણીની કમિટિ બનાવવામાં આવશે
  • રેશનકાર્ડ ધારકે કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે :-

 

રાજ્યભરમાં આગામી તા. ૧૩ એપ્રિલ-ર૦ર૦ થી ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૬૦ લાખ APL-1 કાર્ડધારકો એટલે કે ર.પ૦ થી ૩ કરોડ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના આ નિર્ણયની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીના સચિવ  અશ્વિનીકુમારે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રવર્તમાન લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં આવા અનાજના વિતરણ દરમ્યાન ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સૌને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ તાકીદ કરી છે.
આ હેતુસર રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતાથી જળવાઇ રહે તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ એક-એક સમિતીની રચના કરવામાં આવશે. આ સમિતીમાં શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીનો સમાવેશ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
આ સમિતીએ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય, વિતરણની સુચારૂ વ્યવસ્થા અને સાચા લાભાર્થીઓને કોઇ પણ જાતની અવ્યવસ્થા વગર અનાજ મળી રહે તે માટે તમામ કાર્યવાહી કરવાની રહેશે.
APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે

તદ્દઅનુસાર, NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા APL-1 રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લા અંક-આંકડા નંબર ૧ અને ર છે તેમને તા. ૧૩ એપ્રિલ-ર૦ર૦, ૩ અને ૪ છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને તા. ૧૪ એપ્રિલ-ર૦ર૦, પ અને ૬ છેલ્લા આંક ધરાવતા હોય તેને તા. ૧પ એપ્રિલ તેમજ ૭ અને ૮ છેલ્લા અંક ધરાવતા APL-1 કાર્ડધારકે તા. ૧૬/૪/ર૦ર૦ તેમજ ૯ અને ૦ છેલ્લો આંક હોય તેવા રેશનકાર્ડ ધારકને તા. ૧૭ એપ્રિલ-ર૦ર૦ના દિવસે અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે

Leave a Response

error: Content is protected !!