Corona Update

ગર્વ છે.. ગુજરાતે સૌથી વધુ શ્રમિક સ્પેશિલ ટ્રેન ચલાવી પણ અન્ય રાજ્યને ગુજરાતમાં વિશેષ ટ્રેન ચલાવવાની જરૂર ન પડી.

પ્રતિકારાત્મક
759views

શ્રમિક સ્પેશિલ ટ્રેન ચલાવવામાં ગુજરાત સૌથી સફળ

  • દેશની કુલ ટ્રેનમાંથી ગુજરાતનો હિસ્સો 45 ટકા
  • દેશમાં 461 સ્પેશિયલ ટ્રેન ચાલી જેમાં ફક્ત ગુજરાતે 209 ટ્રેન દોડાવી
  • આજે વધુ 30 ટ્રેન રવાના કરવામાં આવશે.
  • રાજ્યમાં 209 ટ્રેનથી 56 લાખ શ્રમિકોને વતન પહોંચાડ્યા
  • સો ટકા સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે ચાલી ટ્રેન

ગુજરાતમાંથી ૫ લાખથી વધુ શ્રમિકો – કામદારો સલામત રીતે પોતાના વતન પહોંચ્યા

ટ્રેન સેવાઓ દ્વારા અંદાજીત 2 લાખથી વધુ, સરકારી બસ દ્વારા ૬૦ હજારથી વધુ તેમજ ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા આશરે 3 લાખથી વધુ શ્રમિકોને ઘેર મોકલાયા

ટ્રેન, બસ અને ખાનગી વાહનો દ્વારા લાખો શ્રમિકો – કામદારોને વતન વાપસીમાં સહાયરૂપ બનતી રૂપાણી સરકાર

ગુજરાતમાં રોજીરોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૫ લાખથી વધુ શ્રમિકો – કામદારોને સલામતી રીતે પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થા રૂપાણી સરકારે પૂર્ણ કરી લીધી છે. હજુ પણ આ કામગીરી ચાલુ છે. આજ સુધીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા અંદાજીત 2 લાખથી વધુ, બસ સેવાઓનાં માધ્યમથી ૬૦ હજારથી વધુ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા આશરે ૨ લાખથી વધુ તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વવાહનો દ્વારા ૧ લાખથી વધુ લોકો પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચી ગયા છે. આ ઉપરાંત માત્ર ચાર દિવસમાં સુરત એસટી વિભાગે ૭૦૧ બસ ઉપાડીને ૨૧૦૩૧ લોકોને પોતાના ઘર પહોંચાડયા છે. સૌથી વધુ ૩૩૬ બસ અમરેલી અને એક માત્ર બસ ભૂજ ગઈ છે. શનિવારે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, પાટણ, જામનગર, રાજકોટ, ગીર-સોમનાથ અને ગોધરાની કુલ મળી ૧૯૫ બસ ઉપડી છે. જેમાં ૫૮૫૦ લોકો રવાના થયા છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રમિકો – કામદારોને તેમના વતન જવા માટેની વ્યવસ્થા અંગે ભારત સરકાર સાથે પરામર્શમાં રહીને ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો – કામદારો માટે વિશેષ ટ્રેન બીજી મેથી શરૂ કરાવી છે. તા. ર મેથી તા. ૧૧ મે દરમિયાન અંદાજીત ૧૦૦થી વધુ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઈ છે જેમાં ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ માટેની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ દરેક ટ્રેનમાં મુસાફરો માટે સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સ્ટેશન પર દરેક યાત્રીઓને સેનેટાઈઝર અને સાબુ પણ આપવામાં આવે છે. રેલ્વે સ્ટેશનને પણ દિવસમાં બે વખત સેનેટાઈઝ કરવામાં આવે છે. અલબત્ત આ ટ્રેનમાં મુસાફરીનો સમયગાળો જો ૧૨ કલાક જેટલો હોય તો એક ટાઈમનો નાસ્તો-ભોજનની સુવિધા અને મુસાફરીનો સમયગાળો જો ૧૨ કલાકથી વધુ હોય તો બે ટાઈમનો નાસ્તો-ભોજન સુવિધા રેલ્વે દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારનાં વેબ પોર્ટલ પર પોતાના વતન જવા ઈચ્છતા શ્રમિકો – કામદારો અરજી કરી શકે છે. જે લોકો નિરક્ષર છે તેમના માટે ગુજરાત સરકારે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે જેના પર ફોન કરીને શ્રમિકો – કામદારો પોતાના વતન જવા અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, એકપણ ટ્રેન શ્રમિકો – કામદારોને લઈ ગુજરાતમાં આવી નથી.

Leave a Response

error: Content is protected !!