રાજનીતિ

રાજ્યમાં મોટી ફેરબદલી થશે, IAS અને IPS અધિકારીઓની બદલી પર મંજૂરીની મહોર લાગી

3.02Kviews

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ હોવાથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવાની દિશામાં પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તેની સાથે જ રાજ્યના IAS અને IPS અધિકારીઓની બદલીઓ પણ થવાની શક્યતાઓ છે.


IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલીઓ, મંજૂરીની મહોર લાગી ગઈ 
બીજી બાજુ રાજ્યના IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલીઓ થશે. કોરોનાના કારણે અનેક અધિકારીઓ નિવૃત્ત થયા બાદ પણ ફરજ બજાવી રહ્યાં છે જયારે કેટલાક ની બદલી ની ઘડીઓ પણ ગણાતી હતી પરંતુકોરોના ના કારણે અટકી પડી હતી ગુજરાતના  IAS અને IPSની બદલી માટે સરકારે મંજૂરીની મહોર મારી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપ નવા સંગંઠનની પણ જાહેરાત થઈ શકે
છેલ્લા 3 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખામાં ફેરફારો સાથે સંગઠનની નવી રચનાનું કોકડું ગુંચવાયેલું છે. જો કે હવે આવી રહેલી નગરપાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પહેલા એટલે કે આગામી 10 દિવસમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ શકે છે. એટલું જ નહીં મહાનગરોના નવા પક્ષ પ્રમુખ સહિત ભાજપ પ્રદેશ સંગઠનની નવી રચના અંગેની પણ જાહેરાત થશે.

Leave a Response

error: Content is protected !!