Corona Update

ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માટે કાલથી રજીસ્ટ્રેશન શરૂ પણ આ છે નિયમો, ધ્યાનથી વાંચી લેજો

402views

ભારત સરકારના આદેશથી ફસાયેલા શ્રમિકોને રાજયોની અંદર એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવાની પરવાનગી આપવામાં આવી છે.

લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે ભારત સરકાર તરફથી વખતોવખત સૂચનાને આધીન માન્ય કરેલા ધંધા-રોજગાર પ્રવૃત્તિ માટે તે ધંધા રોજગારના સ્થળ સુધી પહોંચવા માટે અથવા ખેડુત છે તેમને પોતાના ખેતીના સ્થળે ખેતીના કામકાજ અર્થે પહોંચવા પૂરતી મંજૂરી આપવાની રહેશે. તે સિવાયના પ્રસંગોમાં આ સૂચનાને મંજૂરી આપવામાં આવશે નહીં.

રેડઝોન અથવા કન્ટેન્મેંટ ઝોનથી જવા માટે પરવાનગી આપશે નહીં પરંતુ ગ્રીન અને ઓરેન્જ ઝોનથી અન્ય વિસ્તારના ગ્રીન અને ઓરેન્જ પૂરતી પરવાનગી મળી છે.

જે લોકો જવા માગતા હોય તેવા વ્યક્તિઓ ડીઝીટલ ગુજરાત પોર્ટલ રાજ્યની અંદર મુસાફરીના પાસ માટે અરજી કરીને તે વિસ્તારમાં છે ત્યાંના મામલતદાર પાસેથી મંજૂરી મેળવવાની રહેશે.

જીલ્લા કક્ષાએ જિલ્લાના કંટ્રોલરૂમ દ્વારા આ પ્રકારે અપાતી મંજૂરીનો સંકલિત રિપોર્ટ વ્યક્તિના નામ, ઓળખની વિગતો, વાહનના પ્રકાર સાથે દિવસમાં બે વાર જિલ્લામાં પહોંચવાના છે તે જિલ્લાને મોકલવાના રહેશે

મંજૂરી આપનાર જિલ્લાએ મંજૂરી આપતા પહેલા જે જિલ્લામાં આ પ્રકારની વ્યક્તિઓ જવા માંગે છે તે જિલ્લા તેને સ્વીકારવા અંગે સ્વીકારનાર જિલ્લાની માળખાકીય ક્ષમતાઓ સંદર્ભે તેમની કેટલા વ્યક્તિઓને સ્વીકારી શકાશે તેનો આંકડો મેળવી અને જિલ્લાઓએ મામલતદારને વહેંચણી કરવાની રહેશે. આથી તેનાથી વધારે સંખ્યામાં વ્યક્તિઓ સ્વીકારવા જિલ્લામાં જાય નહીં

શરૂઆતના તબક્કામાં ઓછી સંખ્યામાં શરૂ કરી માળખાકીય ધ્યાને રાખીને આ પ્રકારની મંજૂરી તબક્કામાં વધારવાની રહેશે. જે તે વ્યક્તિ જિલ્લો છોડે ત્યારે તે વ્યક્તિનું મેડિકલ સ્કીનિંગ કરવાનું રહેશે. કોઈ વ્યક્તિને કોરોના લક્ષણ દેખાય તો પરવાનગી આપવામાં આવશે નહીં.

તે જે ગામમાં પહોચ્યા બાદ ગાઈડલાઇન મુજબ 14 દિવસ માટે કોરોંટાઇન થવાનું રહશે.

સરકારી એજન્સીના કોન્ટ્રાક્ટના કામ અર્થે અથવા મેડિકલ ઈમરજન્સી અથવા આકસ્મિક સંજોગોમાં આપતી પરવાનગી રાબેતા મુજબ ચાલુ રાખવામા આવશ.

Leave a Response

error: Content is protected !!