Corona Update

ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેશરે કોરોનાની દવા શોધી કાઢી, દર્દીઓને દિવસમાં બે ટાઈમ 4 – 4 ટેબ્લેટ અપાશે

7.42Kviews

ગુજરાત યુનિવર્સિટીનાં પ્રોફેસર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેઓએ કોવિડ 19ની હર્બલ આયુર્વેદિક દવા તૈયારી કરી લીધી છે. આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસરને આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

  • ગુજરાત યુનિવર્સિટીનાં પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવક દ્વારા કોરોના મહામારીના હર્બલ આયુર્વેદિક દવા શોધી કાઢવાનો દાવો કરવામાં આવ્યો છે.
  • આ આયુર્વેદિક દવાને ઈમ્યુરાઈઝ નામ આપવામાં આવ્યું છે.
  • પ્રાણીઓ ઉપર તેનું સફળ ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે.
  • હવે માણસોમાં તેનાં ટ્રાયલની શરૂઆત કરવામાં આવશે.

તો કેવી રીતે અસર કરશે આ દવા ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી સમયમાં કોવિડના દર્દીઓને આ દવા આપવાની શરૂઆત કરાશે. આ દવાના પ્રયોગથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કોરોના એસીમટોમેટિક અને માઈલ્ડ ફીવર હોય તેવા દર્દીઓને દિવસમાં બે ટાઈમ 4 – 4 ટેબ્લેટ લેવાની રહેશે. દર્દીમાં ઘટેલો CBC આ દવાના ઉપયોગથી વધતું હોવાનું સામે આવ્યું છે. આ દવા કેન્સર જેવા રોગમાં આપવામાં આવતી કેમોથેરાપી – રેડિયોથેરાપીની આડઅસરને પણ ઓછી કરે છે.

જો આગામી સમયમાં ટ્રાયલમાં સફળતા મળશે તો કોરોના મહામારીને લઈ ગુજરાતને બહુ જ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

Leave a Response

error: Content is protected !!