Corona Update

અમદાવાદ કોર્પોરેશને એવો પ્લાન બનાવ્યો કે હવે કોરોના થરથરશે.. વાંચો કમિશનરની જુબાની

765views
  • AMC કમિશનરે કહ્યું- ભવિષ્યમાં કેસોની સંખ્યા લાખોને વટાવે નહીં તે માટે અત્યારે રોજના સેંકડો કેસ આવે તો પણ અમે તૈયાર છીએ
  •   48 કલાકમાં 1150 ટેસ્ટ કરાયા છે જેને કારણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં મોટો ઉછાળો આવશે: વિજય નેહરા
  • પોઝિટિવ કેસોના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટ કરાશે
  • કોટ વિસ્તારમાં 13 એન્ટ્રી પોઇન્ટ પર થર્મલ ચેકિંગ થશે
  • રોજના 650 ટેસ્ટ થશે

અમદાવાદના કમિશનર વિજય નહેરાએ કોરોનાને કાબુમાં લાવવાના એક્શન પ્લાન વિશે વાત કરી. જેમાં સૌથી મહત્વનું છે રેપિડ ટેસ્ટિંગ. કમિશનરનું કહેવું છે અમે રોજ ટેસ્ટિંગ લગભાગ 650 લોકોનું કરીએ છે. ખેસ કરીને કલસ્ટર એરિયામાં દરેકે દરેકની તપાસ થશે. છેલ્લા થોડા દિવસ સુધી પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ છે પણ આ કોરોનાની ચેઈન તોડવા જરૂરી છે.

કોરોનાને ભગાડવો કઈ  દુધમાંથી માખી નીકળી જાય એટલી સહેલી વાત નથી પણ તમે અશક્ય ના કહી શકો. અમદાવાદમાં રોજ 250 ટીમ રાત દિવસ કાર્ય કરે છે.

આ ઉપરાંત અત્યાર સુધી જે 83 લોકો પોઝિટિવ મળ્યા છે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે જયારે ડોર ટુ ડોર સરવે કરવામાં આવી રહ્યો છે તેમાં જે લોકોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત દેશમાં સૌથી મોટું સ્ટેપ કહી શકાય તેવો નિર્ણય પણ કર્યો છે જેમાં કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કર્યો છે જ્યાં એન્ટ્રી અને એક્ઝિટ તમામ ગેટ પર કોરોના ચેકપોસ્ટ ઊભી કરાશે અને દરેક લોકોનું થર્મલ ગનથી ચેકિંગ કરી શંકાસ્પદ લાગતા તમામ લોકોના સેમ્પલ લેવાશે.

એન્ટ્રી અને એક્ઝિટ તમામ ગેટ પર કોરોના ચેકપોસ્ટ ઊભી કરાશે
આ ઉપરાંત અત્યાર સુધી જે 83 લોકો પોઝિટિવ મળ્યા છે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે જયારે ડોર ટુ ડોર સરવે કરવામાં આવી રહ્યો છે તેમાં જે લોકોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત દેશમાં સૌથી મોટું સ્ટેપ કહી શકાય તેવો નિર્ણય પણ કર્યો છે જેમાં કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કર્યો છે જ્યાં એન્ટ્રી અને એક્ઝિટ તમામ ગેટ પર કોરોના ચેકપોસ્ટ ઊભી કરાશે અને દરેક લોકોનું થર્મલ ગનથી ચેકિંગ કરી શંકાસ્પદ લાગતા તમામ લોકોના સેમ્પલ લેવાશે.

Leave a Response

error: Content is protected !!