Corona Updateરાજનીતિ

ગુજરાતના વિકાસ માટે CM રૂપાણી રાત દિવસ કામે લાગ્યા, સાત દિવસમાં છ મોટા નિર્ણય લીધા

1.37Kviews
  • સાત દિવસમાં છ મોટા નિર્ણય લેતા CM રૂપાણી, ગુજરાતના વિકાસની ગતિ બુલેટ ગતિએ દોડાવવા CM રૂપાણી રાત દિવસ કામે લાગ્યા
  • CM રૂપાણીએ એક અઠવાડિયામાં કર્યાં અનેક કાર્યો, લીધા અનેક નિર્ણયો: જાણો જનસેવક વિજયભાઈ રૂપાણીની રાજ્યની જનતા માટે કરેલી કામગીરીઓ
  • સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રગતિશીલ ગુજરાતની વિકાસયાત્રાને વણથંભી રાખવામાં પ્રયત્નશીલ
  • આરોગ્ય, વનબંધુ, ધરતીપુત્રો, પ્રવાસન, પાણી, કચ્છ, દ્વારકા, સુરત, કોરોના વેગેરે વિષયક અનેક નિર્ણયો, જાહેરાતો, યોજનાઓ વિજયભાઈ રૂપાણીએ છેલ્લા સાત દિવસમાં જાહેર કરી

ગુજરાતની પ્રગતિ માટે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી પૂર્ણ ગતિથી કાર્ય કરી રહ્યાં છે. કોરોનાકાળમાં પણ ગુજરાત પોતાની સંપૂર્ણ પ્રગતિશીલ રાજ્ય હોવાની ઓળખ ન ગુમાવે, ગુજરાતનો વિકાસ જરા પણ ન અટકે તેમજ ગુજરાતની આંતરમાળખાકીય સુવિધામાં ખાસ્સો વધારો થાય, લોકોની પાયાની જરૂરીયાત ઝડપથી પૂરી થાય, આપણું રાજ્ય રાષ્ટ્રભરમાં રોલમોડેલ બને તે માટે રાજ્યનાં ઉદ્યમી-ઉત્તમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત પ્રયત્નશીલ છે. આવો જોઈએ પાછલા એક અઠવાડિયામાં મુખ્યમત્રીશ્રીએ કરેલા મહત્વપૂર્ણ કાર્યો અને નિર્ણયોની આછેરી ઝલક..

સાત દિવસમાં છ વિકાસશીલ અને સવંદનશીલ નિર્ણય કરતા મુખ્યમંત્રી રૂપાણી

  1.  રૂપિયા 100 કરોડના ખર્ચે 2 કોવિડ હોસ્પિટલનું તત્કાળ નિર્માણ અને 2 દિવસની અંદર સુરતને 200 વેન્ટિલેટર અપાશે
  2. કચ્છને નર્મદા નીર પહોચાડવા બાકી રહેલા કામો પૂર્ણ કરવા સૂચના
  3. દેશનાં સૌપ્રથમ અનોખા ઐતિહાસિક રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન
  4. નાના-સિમાંત વનબંધુ ધરતીપુત્રોને રૂ. ૩પ કરોડની ખાતર-બિયારણ કિટ વિતરણ
  5. રૂ. 108 કરોડના ખર્ચે જામનગર- દ્વારકાના ટાપુઓનો વિકાસ થશે
  6. રાજ્યનાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઘરઆંગણે સારવાર

દેશનાં સૌપ્રથમ અનોખા ઐતિહાસિક રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન :

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનાં દેશભરમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચીંગ કર્યુ હતું. વડોદરા જિલ્લાએ દેશભરમાં પ્રથમ પહેલ કરીને જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની તમામ સરકારી પ્રાથમિક – માધ્યમિક શાળાઓમાં હાથ ધરેલા આ રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટને પરિણામે વર્ષે અંદાજે ૧૦ કરોડ લીટર વરસાદી પાણી વ્યર્થ વહી જતું અટકશે અને તેનો સંગ્રહ થતાં સમુચિત ઉપયોગ થશે.

નાના-સિમાંત વનબંધુ ધરતીપુત્રોને રૂ. ૩પ કરોડની ખાતર-બિયારણ કિટ વિતરણનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજીથી ઉમરગામ વિસ્તારના ૧૪ આદિજાતિ જિલ્લાના પ૩ તાલુકાઓના ૭૬ હજારથી વધુ વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ. ૩પ કરોડના ખાતર-બિયારણ કિટના વિતરણના ઈ-લોન્ચ કર્યું હતું. આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને ૧ એકર જમીન માટે સુધારેલ જાતના શાકભાજીના બિયારણ અથવા મકાઈના પાક માટેના બિયારણનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોને ખાતરમાં યુરિયા ૪પ કિ.ગ્રામ, એન.પી.કે.પ૦ કિ.ગ્રામ અને એમોનીયમ સલ્ફેટ પ૦ કિ.ગ્રામની કીટ આપવામાં આવે છે.

આયલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીની બેઠક :

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો કે બેટ દ્વારકા આયલેન્ડ  ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે. રાજ્યના પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા ટાપૂઓના પ્રવાસન વિકાસની વ્યાપક સંભાવનાઓને પ્રાથમિક તબક્કે રૂ. ૧૦૮ કરોડના ખર્ચે વિકાસ કરવા અંગે ગહન ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.

રાજ્યનાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઘરઆંગણે સારવાર :

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે વર્તમાન કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો, શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા તેમના ઘર નજીક મળી રહે તે માટે ધનવંતરી આરોગ્ય રથની શરૂઆત કરી છે. આ રથ દ્વારા લોકોને તાવ, શરદી, ડાયેરિયા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેની સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. આ રથમાં આયુર્વેદિક અને હોમિયોપેથિ દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

કચ્છને નર્મદા નીર પહોચાડવા બાકી રહેલા કામો પૂર્ણ કરવા સૂચના :

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છને નર્મદાના પાણી પહોચાડતી કચ્છ શાખા નહેરના બાકી રહેલા ર૪ કિ.મી. લંબાઈના કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. કચ્છ શાખા નહેરના 357 કિ.મી. પૈકી 333 કિ.મી. લંબાઈમાં કામો પૂર્ણ થઈ ગયું, બાકીની 24 કિ.મી. લંબાઈના કામો હવે તત્કાળ કરવા, તેમાં જમીન સંપાદન તથા યુટિલીટી ક્રોસિંગના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કચ્છ જિલ્લા કલેક્ટરને આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતી.

  રૂપિયા 100 કરોડના ખર્ચે 2 કોવિડ હોસ્પિટલનું તત્કાળ નિર્માણ અને 2 દિવસની અંદર સુરતને 200 વેન્ટિલેટર અપાશે :

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત શહેરની મુલાકાત દરમિયાન સુરતમાં રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ તથા સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે એવી અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, ઉપરાંત સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાવામાં આવશે એવો નિર્ણય લીધો હતો

Leave a Response

error: Content is protected !!