રાજનીતિ

ગુજરાતના યાત્રાધામની સુવિધાઓમાં વધારો, CM રૂપાણી દ્વારા 127 કરોડના વિકાસ કાર્યોનું લોકાપર્ણ

202views
  • પ્રવાસન ક્ષેત્રને પૂરબહારમાં વિકસાવવા CM રૂપાણી પ્રતિબદ્ધ: રાજ્યના પ્રવાસન ધામ તથા તીર્થધામોના 127 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન ગાંધીનગરથી e-લોન્ચિંગ દ્વારા સંપન્ન કર્યા
  • સોમનાથ ધામમાં 45 કરોડ રૂપિયાના યાત્રિ સુવિધા કાર્યોના ઇ-લોકાર્પણ: વિશાળ પાર્કિંગ, કોમ્યુનિટી કિચન, પ્રવાસન માહિતી કેન્દ્ર, સોમનાથ મ્યૂઝિયમ, લાયબ્રેરી સહિતની વર્લ્ડ કલાસ સુવિધાઓ થકી યાત્રાળુઓની સેવામાં તંત્ર સમર્પિત
  • રૈયોલીમાં રૂ. 20 કરોડના ખર્ચે ડાયનાસૌર મ્યૂઝિયમ ફેઇઝ-2ના કામોની ભૂમિપૂજન વિધિ કરી, કચ્છના સફેદ રણ ધોરડો ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા યાત્રિ સુવિધાના સ્થાયી-કાયમી કામોનું E-ખાતમૂહુર્ત

મોરબીના વવાણીયામાં શ્રીમદ રાજચન્દ્ર ભવનના વિકાસ માટે રૂ. 6 કરોડના કામોના તથા પાટણમાં વીર મેઘમાયા સ્મારક ભવનના ૩ કરોડ રૂપિયાના વિવિધ સુવિધાલક્ષી કામોના E ખાતમૂહુર્ત

રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવાસન વિભાગના ઉપક્રમે યોજાયેલા E-લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના પ્રવાસન યાત્રા તીર્થધામોના કુલ રૂ. ૧ર૬.૯૬ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન ગાંધીનગરથી સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકારની પ્રસાદ યોજના અન્વયે દ્વાદશ જ્યોર્તિલીંગના પ્રથમ અને કરોડો હિન્દુઓના શ્રદ્ધા-આસ્થા કેન્દ્ર સોમનાથ ધામમાં ૪પ કરોડ રૂપિયાના યાત્રિ સુવિધા કાર્યોના ઇ-લોકાર્પણ કર્યા હતા. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આ સુવિધાઓ અંતર્ગત વિશાળ પાર્કિંગ, કોમ્યુનિટી કિચન, પ્રવાસન માહિતી કેન્દ્ર, સોમનાથ મ્યૂઝિયમ, લાયબ્રેરી સહિતની વર્લ્ડ કલાસ સુવિધાઓ સોમનાથમાં ઊભી કરીને ગુજરાત સરકાર, ભારત સરકાર અને સોમનાથ ટ્રસ્ટ આ યાત્રાધામના સર્વગ્રાહી પ્રવાસન વિકાસ માટે સતત કાર્યરત છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં અલગ અલગ સ્ટ્રકચરના કોન્ઝર્વેશન, રિસ્ટોરેશન કામગીરી સહિત લાઇટ એન્ડ સાઉન્ડ શો અને પ્રવાસન મૂળભૂત સુવિધાઓના રૂ. ૪પ કરોડના કામોના E-ખાતમૂર્હત પણ સંપન્ન કર્યા હતા.

તેમણે મહિસાગરના બાલાસિનોર નજીક પ્રાગૈતિહાસિક ડાયનાસોરના અવશેષો મળી આવેલા છે તે વિશ્વની જૂજ સાઇટ એવા રૈયોલીમાં રૂ. ર૦ કરોડના ખર્ચે ડાયનાસૌર મ્યૂઝિયમ ફેઇઝ-2ના કામોની ભૂમિપૂજન વિધિ પણ E ખાતમૂર્હતથી કરી હતી. મુખ્યમંત્રીએ કચ્છના સફેદ રણ ધોરડો ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા યાત્રિ સુવિધાના સ્થાયી-કાયમી કામો પાર્કિંગ, વ્હીકલ્સ, રોડ વાઇડનીંગ જેવા કામોના E ખાતમૂર્હત કરતાં કચ્છના આ સફેદ રણના અલભ્ય નજરાણાને વિશ્વના પ્રવાસન નકશે ચમકતું કરવાનું શ્રેય પ્રધાનમંત્રીને દૂરંદેશીતાને આપ્યું હતું. તેમણે ‘કચ્છ નહિં દેખા તો કુછ નહિ દેખા’ની પ્રસિદ્ધ ઊકતીને સાર્થક કરવાં સમગ્ર કચ્છમાં પણ એક ટુરિઝમ સરકીટ નિર્માણ માટેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ મોરબીના વવાણીયામાં શ્રીમદ રાજચંન્દ્ર ભવનના વિકાસ માટે રૂ. ૬ કરોડના કામોના E – ખાતમૂર્હત કર્યા હતા. CM વિજયભાઇ રૂપાણીએ ઉત્તર ગુજરાતના પાટણમાં વીર મેઘમાયા સ્મારક ભવનના ૩ કરોડ રૂપિયાના વિવિધ સુવિધાલક્ષી કામોના E ખાતમૂર્હત પણ કર્યા હતા. આ તકે તેમણે રાજ્યમાં વિવિધ ટુરિઝમ સર્કિટ બનાવવા ભાર મૂક્યો હતો.

Leave a Response

error: Content is protected !!