રાજનીતિ

લલિતા ઘોડાદ્રા, બિપિન સાઠીયા અને કથાકાર રામદાસ બાપુ સહિત 15 થી વધુ કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

182views

ભારતભરમાં ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં લોકપ્રિય કલાકરો પણ કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે, ત્યારે લોક ગાયક અરવિંદ બારોટ સહિત 15થી વધુ કલાકારો ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લલિતા ઘોડાદ્રા, યોગેશ શાસ્ત્રી, માસ્ટર રાણા,વત્સલા પાટીલ, અરવિંદ બારોટ, કથાકાર રામદાસ બાપુ, ગ્રીષ્મા શ્રીમાળી, મુન્ના બાપુ, બિપિન સાઠીયા અને યોગેશ શાસ્ત્રી સહિતના લોકપ્રિય કલાકારોને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો છે.

ગુજરાતના આ સિવાયના કલાકારો પણ ભાજપમાં જોડાયા છે. જેમાં મયુર દવે, નાથુદાન ગઢવી, વિવેક સાંચલા, મહેશસિંહ સોલંકી, પ્રવીણ પટેલ, જીતુભાઇ રાવલ, શીતલ બારોટ, મીનાબા જાડેજા, પૂજા ચૌહાણ, રિંકુ પટેલ, પારુલ ગોહિલ, અનિતા પ્રજાપતિ, ગીતાબેન સોની, કમલેશ ગઢવી, વિજય રાવલ, કરશન મેર, નટુભાઈ પટેલ, ઘનશાયમભાઈ કળથીયા, પાયલ રાવલ, અનુરાધા રાવલ, વિજયપુરી ગોશ્વામી અને મુકેશ ભોજક સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે.

 

Leave a Response

error: Content is protected !!