Corona Update

CM રૂપાણીએ દરેક ધર્મના વડા સાથે કરી વિડીયો કોન્ફરન્સ.. બહાર પાડી આ ગાઈડલાઈન

1.66Kviews

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી મંદિર ખોલવા મુદ્દે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું.

તેમણે કહ્યું કે, મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિ આપાવમાં આવે. આરતીમાં પણ કોઈ ભાગ લઈ શકશે નહિય

આ નિયમોનું પાલન કરશો તો જ પ્રભુ દર્શનનો લાભ

  • દરેક ભાવિકે માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક વિના પ્રવેશ નિષેધ
  • મંદિર બહાર ટેમ્પરેચર ચેક કરાશે.
  • દર્શન કરી તુરંત નીકળી જવાનું રહેશે, મંદિરમાં બેસી પૂજા-પાઠ નહીં કરાય.
  • ભાવિકોને ચરણામૃતને બદલે પહેલા સેનિટાઈઝર અપાશે.
  • પ્રસાદીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક દવાઓ પ્રસાદીરૂપે અપાશે. 
  • પ્રભુની પ્રતિમાને પણ એકાંતરા સેનિટાઈઝ કરાશે. 
  • ભાવિકો સંતોને ચરણસ્પર્શ નહીં કરી શકે, દૂરથી પ્રણામ કરવાના રહેશે.
  • પૂજારી પણ માસ્ક-ગ્લોઝ પહેરી પૂજા કરશે.
  • મંદિરમાં એક સમયે એકસાથે 20 જ ભાવિકોને પ્રવેશ અપાશે.

સોર્સ- મીડિયા રિપોર્ટ

Leave a Response

error: Content is protected !!