રાજનીતિ

‘ચેર ઓફ ધ લંડન એસેમ્બલી’ પર ગુજરાતીનો દબદબો, અહિં સુધી પહોંચનાર પહેલા ભારતીય

727views

ગુજરાતી નવીન શાહ ‘ચેર ઓફ ધ લંડન એસેમ્બલી’ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ પદ પર પહોંચનારા તેઓ પહેલાં ભારતીય છે. વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયેલા 73 વર્ષીય નવીન શાહની ગત્ 15મી મેના રોજ આ પદ પર  નિમણૂક કરવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિર-કિંગ્સબરીએ પણ ટ્વિટ કરીને નવીન શાહને આ નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

કોણ છે નવીન શાહ
બ્રિટનની લેબર પાર્ટીના નેતા નવીન શાહ વર્ષ 1973માં યુકે શિફ્ટ થયા હતા. તેમણે વર્ષ 1977માં લેબર પાર્ટી જોઈન કરી હતી અને વર્ષ 1994માં હેરો લંડન બોરો કાઉન્સિલના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.  નવીન શાહ વર્ષ 2004થી 2006 સુધી લીડર ઓફ હેરો કાઉન્સિલના પદ પર હતા. તેઓ વર્ષ 2008માં લંડન એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ 2012 અને 2016માં પણ લંડના એસેમ્બલીના સભ્યની ચૂંટણી જીત્યા હતા. નવીન શાહને પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

Leave a Response

error: Content is protected !!