વિકાસની વાત

રેસ્ટોરન્ટ જેવી જ વાનગીઓ ઘરે બનશે ! આજે જુઓ સરળ અને જલ્દી બને તેવા સુપની રેસિપી…

118views

આજના આધુનીક યુગમાં જન્મદિવસ , એનિવર્સરી, ફાથર્સ ડે, mothers ડે તેમજ બાળકો ની સફળતા અને બીજા ઘણા દિવસો નિમિતે પાર્ટીનું ચલણ વધી ગયુ છે.. તેમાં હાઉસ પાર્ટી લોકોને વધુ ગમે છે તો આપડે ઘરમાં જ રેસ્ટોરન્ટ જેવી વાનગી બનાવી પાર્ટીની ઉજવણી કરી શકીએ તે માટે હું આપના માટે અલગ અલગ વાનગી નો ખજાનો લઈને આવી રહી છું.આપણે શરૂઆત અલગ અલગ સૂપ સાથે કરીશુ.

વાનગી નું નામ -ટોમેટો સૂપ

જરૂરી સામગ્રી 

વ્યક્તિ -બે થી ત્રણ
સામગ્રી -પાંચ ટમેટા
બે ચમચી બટર
ચાર થી પાંચ ચમચી ટમેટા સોસ
મકાઈ નો લોટ (કોર્ન ફ્લોર) એક થી દોઢ ચમચી
એક નાની ચમચી સોયા સોસ, રેડ ચીલી સોસ અને
ગ્રીન ચીલી સોસ
ચાર નંગ બ્રેડ
સ્વાદ અનુસાર મીઠુ, સંચર, સફેદ મરી પાવડર,
મરચા ની ભૂકી અને ખાંડ આશરે ત્રણ ચમચી,
ચપટી હળદર
એક નાનો ટુકડો આદુ

બનાવવા ની રીત –

સૌ પ્રથમ ટમેટા ને ધોઈ ને બે ફાડા કરી કુકર માં થોડું પાણી લય બાફવા મુકવા તેમાં ચપટી હળદર નાખવી.
ટમેટા બફાય જાય પછી તેની છાલ કાઢી આદુ નાખી મિક્સર માં પ્યૂરી કરવી પણ ધ્યાન રહે કે બવ પીસવું નહી. ત્યાર બાદ તેને મોટી ગરણી માં ગારવુ.
એક પેન માં બટર નાખી પીગળે એટલે તેમાં ટમેટો પ્યુરી નાખવી. થોડી વાર પછી ટમેટો સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ નાખવા.
કોર્ન ફ્લોર ને પાણી માં ઓગાળી રાખવો. તે ઉપર ના મિશ્રણ માં ધીમે ધીમે નાખવો જેથી સૂપ ઘટ્ટ થશે તેમાં ખાંડ અને બધા મસાલા સ્વાદ અનુસાર નાખી એક ઉભારો લેવો. તો તૈયાર છે ટમેટો સૂપ.

બ્રેડ ના નાના પીસ કરી ધીમા તાપે તેલ માં ગુલાબી થાય ત્યાં સુધી તળી અને સૂપ સાથે સર્વ કરવા.
તો રેસ્ટોરન્ટ જેવું ટમેટો સૂપ ઘરે જરૂર થી બનાવજો.

Leave a Response

error: Content is protected !!