વિકાસની વાત

બનાવો અદ્દલ રેસ્ટોરન્ટ જેવું હોટ એન્ડ સોર સૂપ

112views

વાનગી નું નામ -હોટ એન્ડ સોર સૂપ

વ્યક્તિ -2થી 3

સામગ્રી –તેલ બે થી ત્રણ ચમચી
લસણ એક ચમચી
આદુ એક ચમચી
કોબી બે ચમચી
ગાજર ત્રણ ચમચી
ફણસી બે ચમચી
કેપ્શીકમ મરચું બે ચમચી
લીલી ડુંગરી બે ચમચી
મશરૂમ એક ચમચી
સોયા સોંસ ત્રણ ચમચી
રેડ ચીલી સોંસ બે ચમચી
વિનેગર બે ચમચી
કોર્ન ફ્લોર બે ચમચી
ત્રણ થી ચાર કપ પાણી
મીઠુ સ્વાદ અનુસાર
મરી પાવડર ચપટી

બનાવવા ની રીત –
સૌ પ્રથમ બધા શાકભાજી બારીક સમારી લેવા. ત્યાર બાદ એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકવું પછી તેમાં બધા શાકભાજી એક પછી એક નાખી થોડી વાર ચડાવવા. ત્યાર બાદ પાણી ઉમેરવું અને બે ત્રણ ઉભાર લેવા પછી તેમાં સોયા સોંસ, રેડ ચીલી સોંસ અને વિનેગર નાખવું. મીઠુ અને મરી પાવડર નાખવા. કોર્ન ફ્લોર ને પાણી મા ઓગારી પછી નાખવો જેથી સૂપ ઘટ્ટ થશે. પછી સૂપ ને ઘટ્ટ થાય પછી નીચે ઉતારી લેવું.
તો તૈયાર છે આપડું બીજું અને બધા નું ફેવરિટ હોટ એન્ડ સોર સૂપ. જલ્દી થી ઘરે બનાવી ટ્રાય કરો.

Leave a Response

error: Content is protected !!