વિકાસની વાત

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો થયાં જાહેર: જાણો કોને કેટલી બેઠકો મળી???

241views

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની કુલ ૧૧૧ બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં કુલ ૯૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની ભાવના તેમજ ‘‘સૌના સાથ સૌના વિકાસ તથા સૌના વિશ્વાસ’’ના મંત્રથી ભારતીય જનતા પાર્ટી જનતાના હૃદય સુધી પહોંચવામાં સફળ નીવડી છે.

આ પરિણામો દ્વારા ફરી એકવાર ગુજરાતની જનતાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ પર અતૂટ વિશ્વાસની સાથે ભાજપાની સુશાસન અને વિકાસલક્ષી કલ્યાણકારી નીતિઓ પર મંજુરીની મહોર મારી છે.

ભાજપાનો આ ભવ્ય વિજય એ સમગ્ર ગુજરાતની જનતાના ભાજપા તરફી જનમતનું પ્રતિબિંબ છે

કોંગ્રેસનો સાર્વત્રિક રકાસ થઇ રહ્યો છે, કોંગ્રેસ તેના ભ્રષ્ટાચાર, આંતરકલહ અને કુકર્મોથી જ તેનું અસ્તિત્વ ગુમાવી રહી છે.કોંગ્રેસના નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે જૂથબંધી છે. કોંગ્રેસના નેતાઓને જનતાની નહિ પણ માત્ર પોતાના જૂથની ચિંતા છે.

Leave a Response

error: Content is protected !!