Corona Update

કોરોના રસીમાં ગુજરાતનો સિંહફાળો, ગુજરાતમાં બનેલી રસીને ટ્રાયલ માટે મંજુરી મળી

1.87Kviews

કોરોના વાયરસના કેહેર વચ્ચે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની કેડિલા ફાર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. કેડીલા ફાર્મા દ્વારા ઇનહાઉસ રસી તૈયાર કર્યા બાદ તેને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય હૈદરાબાદના ભારત બાયોટેક દ્વારા તૈયાર થયેલી રસીનું પણ ગુજરાત કનેક્શન છે. કારણકે આ રસી બનાવનાર કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અંકલેશ્વરમાં આવેલું છે. રાજ્યમા કેડીલા સિવાય પણ અન્ય કંપનીઓ વેકસીન અને એન્ટી વાયરલ દવાઓ બનાવવા પણ પ્રયોગ કરી રહી છે.

  • કેડિલાના રિસર્ચ વિંગ દ્વારા તૈયાર થયેલી આ રસીનુ શરૂઆતી સંશોધન થઈ ચૂક્યું છે અને હવે રસીની માણસો પર અસર માટે મંજૂરી આપવામાં આવી છે.
  • એક સપ્તાહ પછી માનવ પરિક્ષણ શરૂ થશે
  • પ્રાણીઓ પર કરેલું પરિક્ષણ સફળ રહ્યુ
  • 2021ના શરૂઆત સુધી રસી થઈ જશે તૈયાર
  • ગુજરાત માટે આ સૌથી મોટી સિદ્ધિ છે.

Leave a Response

error: Content is protected !!