રાજનીતિ

રાજ્યમાં CNG વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા નહિ રહેવું પડે,ર૦ર૦ સુધીમા નવા ૧૦૦૦ CNG ફિલીંગ સ્ટેશન્સની કરાશે શરૂ

86views

ગેસ આધારિત અર્થ વ્યવસ્થાના નિર્માણમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં સૌથી વધુ ગેસ કનેકશન, ગેસ વિતરણવ્યવસ્થા ઉભી કરાઇ છે.

મુખ્યમંત્રી CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનીય ક્ષેત્રોમાં વધુ ર૧૪ CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીએ નવા CNG સ્ટેશન્સ શરૂ થવાથી ઊપભોકતા- CNG વપરાશકારો, ગુજરાત ગેસ લિમીટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સીચ્યુએશનનું નિર્માણ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, આ નવા CNG સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે ૧પ હજાર લોકોને રોજગારી પણ મળતી થશે.

 વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ‘‘સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાત’’ની સંકલ્પના સાથે જૂન-ર૦૧૯માં CNG સહભાગી યોજનાની શરૂઆત કરીને ૩૦૦ જેટલા નવા CNG સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. ‘‘માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે ર૧૪ સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે તે પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી ઘટના છે’’ એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ર૦ર૦ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧ હજાર જેટલા CNG ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવાના રાજ્ય સરકારના લક્ષ્યાંકની વિગતો આપતાં ઉમેર્યુ કે, પર્યાવરણની ચિંતા કરીને પ્રદૂષણ રહિત વિકાસની પ્રતિબધ્ધતા પાર પાડવી છે. તેમણે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના વપરાશને વેગ આપવા ઘરવપરાશની સૌર વીજ ઉત્પાદન માટે સોલાર રૂફટોપ, MSME એકમોને સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહન જેવા અભિનવ આયામોથી ગ્લોબલ વોર્મિગ સામેના પડકારોને પહોચી વળવા ગુજરાતની સજ્જતાની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ આ નવા પંપ સંચાલકોને CNG પંપ ઝડપથી કાર્યરત કરીને ગુજરાતના CNG વાહનચાલકોને સરળતાએ અને ઝડપી CNG ઇંધણ મળી રહે તે માટેનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યુ હતું.

ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપનીએ તેને ઉપાડી લીધી અને આજે ૨૦૦થી વધુ સીએનજી પંપોની ફાળવણીના મંજૂરી પત્રો એનાયત થઇ રહ્યા છે તે બદલ તેમને અભિનંદન આપ્યા હતા.

Leave a Response

error: Content is protected !!