Corona Update

ખુશખબરી :અમદાવાદ ટેસ્ટિંગમાં દેશભરમાં આગળ, દિલ્હી કરતા ત્રણ ગણા થાય છે ટેસ્ટ : વિજય નહેરા

453views
  •  ગુજરાતમાં કુલ 21 લેબોરેટરી દરરોજના કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત
  •  1 એપ્રિલના રોજના 100 ટેસ્ટથી શરુ કરીને 24  એપ્રિલ સુધીમાં રોજના  3028 ટેસ્ટ થયા
  • શુક્રવાર સાંજ સુધીમાં ગુજરાતમાં 3280 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ થયા
  • અમદાવાદમાં ટેસ્ટ પર મિલિયન સરેરાશ  3300થી વધુ છે, જે તમામ રાજ્યો કરતા વધારે અને દિલ્હી કરતા ત્રણ ગણી છે. 
  • ગુજરાત રાજયની ટેસ્ટ પર મિલિયન સરેરાશ  721  , ભારતની આ સરેરાશ 392  છે.

સોર્સ – ગુજરાત આરોગ્ય મંત્રાયલ

ટેસ્ટિંગમાં અમદાવાદ સૌથી આગળ 

અમદાવાદની હાલની સ્થિતિ  1595 ટોટલ એક્ટિવ કેસ છે જેમાં  33 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં કુલ  20801 ટેસ્ટિંગ થયા છે.   અમદાવાદમાં  ટેસ્ટિંગ સરેરાશ એક મિલીયન પર  3300થી વધુ છે  જે તમામ રાજ્યો કરતા વધુ છે અને દિલ્હી કરતા ત્રણ ગણા છે.

રાજ્યમાં મુખ્ય મંત્રીશ્રીના દિશા નિર્દેશો ને પગલે લોક ડાઉન નો ચુસ્ત અમલ અને અન્ય અસરકારક પગલાઓના કારણે કોરાનાની ગતિ અને વ્યાપ પર નિયંત્રણ રાખી શકાયું છેઃ ડૉ. જયંતી રવિ

ગુજરાતમાં સરકારી અને ખાનગી લેબોરેટરીઓ સહિત કૂલ -21 લેબોરેટરી કાર્યરત છે. જયાં પ્રતિદિવસ 3000 જેટલા RTPCR કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને આ ક્ષમતા પ્રમાણે ગુજરાત અસરકારક રીતે કોરોના ટેસ્ટ કરી રહ્યું છે. શુક્રવાર સાંજે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 3028 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિએ જણાવ્યું હતું .
એટલું જ નહીં રાજ્યભરમાં અસરકારક રીતે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટમાં પણ ગુજરાતે ખૂબ સારી કામગીરી કરી છે. શુક્રવાર સાંજ સુધીમાં ગુજરાતમાં 3280 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ડૅા. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ નું સંક્રમણ અભુતપૂર્વ છે. માનવજાતિએ અગાઉ ક્યારેય પણ નહીં કલ્પેલા કે નહીં અનુભવેલા કોરોના વાયરસે આજે વિશ્વના 210 દેશોમાં વ્યાપ વિસ્તાર્યો છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.
ગુજરાતના 30 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે, આમ છતાં મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના દિશા નિર્દેશો અને સમગ્ર વહીવટી તંત્ર ને મળી રહેલા તેમના માર્ગદર્શન થી અસરકારક પગલાં અને લૉકડાઉનના કડક અમલને પરિણામે આજે પણ ગુજરાતના જુનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ નથી પહોંચી શક્યું.
એનો અર્થ એ નથી કે આ જિલ્લાઓને આપણે કોરોનાથી હંમેશને માટે મુક્ત રાખી શકીશું પરંતુ આવા અસરકારક પગલાંને પરિણામે આપણે ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પાડી શક્યા છીએ અને એનો વ્યાપ વધવાની ક્ષમતા પણ નિયંત્રિત કરી શક્યા છીએ. એમ તેમણે કહ્યું હતું.

અન્ય દેશો અને ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત કોરોના ટેસ્ટમાં ક્યાંય પાછળ નથી. ગુજરાતની જે એવરેજ છે તેમાં પણ ગુજરાત અન્ય રાજયોની બરોબરીમાં છે. ટેસ્ટ પર મિલિયન એટલે કે પ્રતિ 10 લાખ નાગરિકોએ અમદાવાદ મહાનગરપલિકા વિસ્તારમાં સરેરાશ  3300ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજયની સરેરાશ જોઇએ તો પ્રતિ 10 લાખે ગુજરાતમાં 721 ટેસ્ટ થયા છે. ભારતની આ સરેરાશ 392 ટેસ્ટની છે.એમ ડો. રવિ એ ઉમેર્યું હતું.

Leave a Response

error: Content is protected !!