રાજનીતિ

ગુજરાતને મળ્યા તેના 25માં રાજ્યપાલ: મહામહિમ આચાર્ય દેવવ્રતની રાજ્યપાલ પદે નિયુક્તિ

91views

હાલના ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના કાર્યકાળ પૂર્ણ થતા આગામી ગુજરાત રાજ્યપાલ કોણ?તેવી ચર્ચાનો આજે આખરે આવ્યો અંત.

ગુજરાત નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરી છે.

દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959ના દિવસે પંજાબમાં થયો હતો. તેઓનું બાળપણનું નામ સુભાષ રાખ્યું હતું.તેઓ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. દેવવ્રત નાનપણથી જ સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત રહ્યા હોવાથી તેઓ નાનપણથી જ આર્ય સમાજ સેવામાં જોડાયા હતા.
તેઓએ ઇતિહાસમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે તે ઉપરાંત નેચરોપેથી,યોગિક સાયન્સનો પણ અભ્યાસ કર્યો છે.

પૂર્વે હરિયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળમાં આચાર્ય પણ રહી ચૂક્યા છે.ગુરુકુળમાં 34વર્ષ આચાર્ય પદે રહ્યા હોવાથી તેઓ દેવવ્રતમાંથી “આચાર્ય દેવવ્રત” તરીકે પ્રખ્યાત થયા. ગુરુકુળ કુરુક્ષેત્રનો ગૌરવશાળી ઈતિહાસ,સ્વાર્થયનો અનમોલ માર્ગના જેવા પુસ્તકોનાલેખક પણ છે.આ પુસ્તકો ઈંગ્લીશ અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.સાથે તેઓ એ ને વિવિધ મેગેઝીન અને ટ્રાન્સલેસનમાં એડિટર તરીકે પણ કામ કર્યું છે.

હાલમાં જ તેઓ હિમાચલ પ્રદેશના રાજપાલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

Leave a Response

error: Content is protected !!