રાજનીતિ

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે:સરકારે આપ્યું વિદાયમાન

91views

ગુજરાતના રાજ્યપાલપદનો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા શ્રી ઓમ પ્રકાશ કોહલીને રાજ્ય સરકાર તરફથી ભાવભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું.

તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારનું વિવિધ સ્તરે તેમજ યોજનાઓમાં સતત પ્રેરણા-માર્ગદર્શન મળતું રહ્યું તે માટે હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજયપાલશ્રીએ એક સાચા પ્રશાસક-સંવેદનશીલ શાસકભાવથી સૌનું પ્રેરણા-માર્ગદર્શન કરીને બંધારણીય વડા તરીકેની ગરીમા ઉજાળી છે.

ઉલ્લેખનીય છે કે,તેઓ ગુજરાતના 24માં રાજ્યપાલ છે.કોહલી શિક્ષણવિદ છે અને રાજ્યસભાના પૂર્વ સભ્ય છે.રાજ્યપાલએ ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓના બાળકોને ભણાવી સાથે અનેક કલ્યાણકારી કામો પણ કર્યા છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણનીતિ અને ભક્તિકાળના સંતોની સામાજીક ચેતના જેવા પુસ્તકો લખ્યા છે.સામાજીક કામોમાં તેમનું યોગદાન મહત્વનું જોવામાં આવ્યું.આમ છતાં તેઓનો કાર્યકાળ નિર્વિવાદીત રહ્યો છે.

તેઓનો કાર્યકાળ આગામી જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે.તેમની સારી કામગીરીની કદરરૂપે સરકાર તેમની પુન:નિયુક્તિ કરે તેવી ચર્ચા ચાલી હતી પરંતુ કોહલીએ પોતાની તબિયતને કારણે વધુ કાર્યકાળ માટે અનિચ્છા દર્શાવી હોવાથી 25માં રાજ્યપાલ કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Response

error: Content is protected !!