જાણવા જેવુરાજનીતિ

હવે સરકારી શાળાઓમાં લંડનની પદ્ધતિ અમલમાં આવશે…

123views

​ગુજરાતને રોલ મોડેલ બનાવવાની દિશામાં હવે શિક્ષણ વિભાગે પણ કદમ માંડયા છે. છેલ્લા નવ વર્ષથી સરકારી શાળાઓમાં ગુણોત્સવ પધ્ધતિ દાખલ કરાઇ હતી. જેમાં મોટાભાગે મંત્રીઓ અને આઇએએસ અધિકારીઓ દર વર્ષે સરકારી શાળાઓમાં વિઝીટ કરીને બાળકોને કેટલું આવડે છે તેનું જાત નિરીક્ષ્ણ કરીને મૂલ્યાંકન કરતાં હતાં. આ નિરીક્ષણમાં મોટાભાગે ગુણોત્સવના પરિણામોમાં સરકારની 85 ટકા શાળાઓને એ ગ્રેડ મળતો હતો. પરંતુ, આ મૂલ્યાંકન કયાંકને કયાંક ઉતાવળીયુ,અધુરુ અને સત્યથી વેગળુ હોવાની નિખાલસ કબૂલાત શિક્ષણ સચિવ વિનોદ રાવે કરી છે. અને એટલે જ હવે રાજ્યમાં ગુણોત્સતવ રદ કરીને એક્રેડીટેશન પધ્ધતિ દાખલ થશે.

ગુણોત્સવને બદલે હવે રાજ્યમાં એક્રેડિટેશન પદ્ધતિને અમલમાં મૂકવામાં આવશે. આ એક્રેડિટેશન પધ્ધતિ લંડનની શાળાઓમાં અસરકારક સાબિત થઇ છે. અને એજ પદ્ધતિ હવે સરકારી શાળામાં શરૂ કરવામાં આવશે તેવું શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યુ હતું. તેમના મતે મૂલ્યાંકનએ વર્ષમાં એક વાર થતી પ્રક્રિયા નહીં પરંતુ વર્ષ દરમિયાન સતત ચાલતી નિરંતર પ્રક્રિયા થશે.

 

સરકારી શાળાઓમાં ખરેખર બાળકો કેટલું શીખે છે. શિક્ષકો બાળકો પર કેવું ધ્યાન આપે છે તેના મૂલ્યાંકન માટે જે-તે સમયે ગુણોત્સવ પ્રથા અમલમાં આવી હતી. પરંતુ, પછી ધીમે-ધીમે એવું બને છે કે, વરસના વચલા દિવસે શાળાઓમાં ભણતર મૂલ્યાંકન મામલે મહેમાન બનનાર મંત્રીઓ અને આઇએએસ અધિકારીઓ દબાણ વશ વધુને વધુ માર્કસ આપતા ગયા જેને લઇને રાજ્યની 85 ટકા શાળાઓનું મૂલ્યાંકન ઉચું દેખાતું પરંતુ, સરવાળે બાળક આઠમાં ધોરણમાં હોય તો પણ એને લખતા વાંચતા ન આવડતું હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે. આ સ્થિતિ તો સૌ કોઇ સમજતા હતાં પરંતુ તેને બદલવાની કોઇએ હિંમત કરી હોય તે રાજ્યના નવનિયુક્ત શિક્ષણ સચિવ વિનોદ રાવે.

એક્રેડિટેશન પધ્ધતિ હવે ગુણોત્સવ 2.0ના નામે ઓળખાશે. હાલ આ પધ્ધતિ અમલી બનાવવા રાજ્ય સરકારે કમર કસી લીધી છે. અને શરુઆતમાં 250 જેટલા ઇન્સપેક્શન ટીચર્સની નિમણુંક કરવામાં આવી છે. આ ઇન્સપેક્ટર્સ અલગ-અલગ શાળાઓમાં જઇને હવે જાત નિરીક્શણ કરીને દર છ મહિને એસેસમેન્ટ કરશે અને એ એસેસમેન્ટ રિપોર્ટ બાદ તેમાં કેટલો સુધારો આવ્યો છે તેનું ફરીથી એસેસમેન્ટ કરશે. આમ મૂલ્યાંકનની પ્રક્રિયા બારેય માસ નિરંતર ચાલશે.

Leave a Response

error: Content is protected !!