તંત્રી લેખરાજનીતિ

સૌથી મોટો ખુલાસો : ગુંડાગીરી કરતો જયેશ પટેલ અને હાર્દિક પટેલની સાઠગાંઠનો ઘટસ્ફોટ

550views

સૌરાષ્ટ્રમાં જમીનોમાં ઘૂસીને ખંડણી ઉઘરાવા મામલે કેટલાક રાજકરણીઓ ભાગ બટવાઈ કરતા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

હાર્દિકને હિરો બનાવનાર છે જયેશ પટેલ : વિશ્વસનીય સુત્રો

જયેશ પટેલ ઉર્ફે જયસુખ રાણપરીઆ સાથે હાર્દિક પટેલ નિકટના સંબંધો ધરાવે છે. પાટીદાર આંદોલન પછી જયેશ પટેલે હાર્દિક પટેલ અને બીજાઓને હીરો થવા અને પાટીદાર સમાજના નેતા થવામાં મદદ કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જામનગર સહિત સૌરાષ્ટ્રમાં જયેશ પટેલ તેની ગેંગના સભ્યો મારફતે ખંડણી ઉઘરાવવાનું, જમીનો હડપવાનું એપિસેન્ટર બનાવી દીધું છે.

જામનગરમાં જયેશ પટેલ એન્ડ મંડળીએ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, ધંધાદારીઓ અને સ્થાનિક લોકોને ટાર્ગેટ બનાવ્યા છે. આટલું જ નહીં રાજકોટમાં એક મોટા બિલ્ડરની રિંગ રોડ પરની મોકાની જમીનો ,પ્લોટ અનિરુદ્ધ રીબડાની ગેંગ દ્વારા પચાવી પાડી છે.

Leave a Response

error: Content is protected !!